PFI ની કાશ્મીર યૂનિટને મળ્યા 1.65 કરોડ રૂપિયા, રિપોર્ટ દ્વારા થયો ખુલાસો

દેશના વિભિન્ન ભાગોમાં નાગરિકતા કાનૂન (CAA)ના વિરૂદ્ધ વિરોધ-પ્રદર્શનોમાં સક્રિય સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડીયા (PFI)ને લઇને સતત ખુલાસા પર ખુલાસા થાય છે. ZEE NEWS એ એવા ઘણા પર્દાફાશ કરવામાં આવ્યા છે. આ કડીમાં એક એ પણ રિપોર્ટ છે કે PFIની કાશ્મીર યૂનિટને પણ પૈસા મળ્યા.

PFI ની કાશ્મીર યૂનિટને મળ્યા 1.65 કરોડ રૂપિયા, રિપોર્ટ દ્વારા થયો ખુલાસો

નવી દિલ્હી: દેશના વિભિન્ન ભાગોમાં નાગરિકતા કાનૂન (CAA)ના વિરૂદ્ધ વિરોધ-પ્રદર્શનોમાં સક્રિય સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડીયા (PFI)ને લઇને સતત ખુલાસા પર ખુલાસા થાય છે. ZEE NEWS એ એવા ઘણા પર્દાફાશ કરવામાં આવ્યા છે. આ કડીમાં એક એ પણ રિપોર્ટ છે કે PFIની કાશ્મીર યૂનિટને પણ પૈસા મળ્યા. રિપોર્ટ અનુસાર PFIની કાશ્મીર યૂનિટને 1.65 કરોડ રૂપિયા મળ્યા હતા. ઇડીએ ગૃહ મંત્રાલય આ પૈસાની લેણદેણ વિશે માહિતગાર કર્યા.  

આ રિપોર્ટ યૂપી હિંસાના આરોપમાં ધરપકડ કરવામાં આવેલા PFI અધ્યક્ષ વસીમ અહમદને ગત અઠવાડિયે જામીન મળ્યાના થોડા દિવસો આવી છે. યૂપી પોલીસ વસીમના વિરૂદ્ધ મજબૂત પુરાવા એકઠા કરાવવામાં અસફળ રહી છે, જોકે તેણે વસીમને આ હિંસાનો માસ્ટરમાઇન્ડ ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે CAAના વિરૂદ્ધ હિંસા ભડકાવવામાં PFI નામ આવ્યું છે. 

જોકે ZEE NEWS એ નાગરિકતા સંશોધન કાનૂન (CAA)ના વિરૂદ્ધ પ્રદર્શને લઇને મોટો ખુલાસો કર્યો છે. સૂત્રોના અનુસાર પોપુલર ફ્રન્ટ ઓફ ઇન્ડીયા (PFI) અને રિહૈબ ઇન્ડીયા ફાઉન્ડેશને CAA વિરૂદ્ધ પ્રદર્શને ચાલુ રાખવા માટે 134 કરોડનું ફંડ આપવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઇડીએ ગત થોડા દિવસો પહેલાં પીએફઆઇ સાથે જોડાયેલા કેટલાક મામલાની તપાસ કરી હતી. આ દરમિયાન પીએફઆઇ અને રિહૈબ ઇન્ડીયા ફાઉન્ડેશન સાથે જોડાયેલા લગભગ 73 બેન્ક એકાઉન્ટની જાણકારી મળી, જેથી વિરોધ પ્રદર્શન દરમિયાન સંદિગ્ધ રીતે મોટાપાયે પૈસાની લેણદેણ થઇ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news