શાહીન બાગના પ્રદર્શનકારીઓએ નોઇડા-ફરીદાબાદ વાળો રસ્તો ખોલ્યો
નાગરિકતા સંશોધન અધિનિયમ વિરુદ્ધ શાહીન બાગમાં પ્રદર્શન જારી છે, પરંતુ પ્રદર્શનકારીઓએ નોઇડા અને ફરીદાબાદ વાળો એક રસ્તો ખોલી દીધો છે.
નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) વિરુદ્ધ શાહીન બાગમાં પ્રદર્શન કરી રહેલા લોકોએ આશ્રમ, જામિયા, ઓખલા, બાટલા હાઉસથી નોઇડા અને ફરીદાબાદ જતો રસ્તો ખોલી દીધો છે. પ્રદર્શનકારીઓએ માત્ર અબુલ ફઝલ વાળો રસ્તો ખોલ્યો છે, જે ખુબ સાંકડો છે. જેથી આ રસ્તાથી માત્ર બાઇક અને કાર જ નોઇડા અને ફરીદાબાદ માટે જઈ શકશે. પરંતુ હજુ સુધી પ્રદર્શનકારીઓએ શાહીન બાગ વાળો મુખ્ય રસ્તો ખોલ્યો નથી.
પ્રદર્શનકારીઓનું કહેવું છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયેલા વાર્તાકારો સાથે વાતચીત બાદ અબુલ ફઝલ વાળો રસ્તો ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સંબંધમાં પ્રદર્શનકારીઓની દિલ્હી પોલીસ સાથે કોઈ વાતચીત થઈ નથી. દિલ્હી પોલીસનું કહેવું છે કે, રસ્તો ખોલવાને લઈને અમારી પ્રદર્શનકારીઓ સાથે વાતચીત થઈ નથી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube