શાહીન બાગ: 4 માસના બાળકને લઈને વિરોધ કરવા આવતી હતી માતા, કાતિલ ઠંડીએ લીધો માસૂમનો ભોગ
શાહીન બાગ (Shaheen Bagh) માં માતા સાથે લગભગ દરરોજ પ્રદર્શનમાં આવનારા 4 મહીનાના મોહમ્મદ જહાનનું ઠંડીમાં ઠુઠવાઈને મોત નિપજ્યું છે. આખી રાત કાતિલ ઠંડીમાં માતા સાથે પ્રદર્શનમાં સતત સાથે રહેનારા મોહમ્મદ જહાનની કાતિલ ઠંડી લાગવાના કારણે અને શ્વાસમાં તકલીફ થવાથી ગત સપ્તાહે મોત નિપજ્યું.
નવી દિલ્હી: શાહીન બાગ (Shaheen Bagh) માં માતા સાથે લગભગ દરરોજ પ્રદર્શનમાં આવનારા 4 મહીનાના મોહમ્મદ જહાનનું ઠંડીમાં ઠુઠવાઈને મોત નિપજ્યું છે. આખી રાત કાતિલ ઠંડીમાં માતા સાથે પ્રદર્શનમાં સતત સાથે રહેનારા મોહમ્મદ જહાનની કાતિલ ઠંડી લાગવાના કારણે અને શ્વાસમાં તકલીફ થવાથી ગત સપ્તાહે મોત નિપજ્યું. જો કે હજુ પણ તેની માતા આ પ્રદર્શનમાં ભાગ લઈ રહી છે. કારણ કે તેનું કહેવું છે કે "આ મારા બાળકોના ભવિષ્ય માટે" છે.
મોહમ્મદ જહાનને તેની માતા લગભગ દરરોજ શાહીન બાગ પ્રદર્શનમાં લઈ જતી હતી. પ્રદર્શનકારીઓમાં તે ખાસ્સો લોકપ્રિય પણ હતો. પ્રદર્શનકારીઓ તેને ગોદમાં લઈ લેતા હતાં અને તેના ગાલ પર તિરંગો ઝંડો પણ બનાવતા હતાં.
PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પર CM ઠાકરેએ લગાવી દીધી બ્રેક, જાણો શું છે સમગ્ર મામલો
આ બાળકના માતા પિતા મોહમ્મદ આરિફ અને નાઝિયા બાટલા હાઉસના વિસ્તારમાં પ્લાસ્ટિકની ચાદરો અને કપડાંથી ઢંકાયેલી એક નાની ઝૂંપડીમાં રહે છે. તેમના અન્ય બે બાળકો છે જેમાં એક પાંચ વર્ષની પુત્રી અને એક વર્ષનો પુત્ર સામેલ છે. આ દંપત્તિ મૂળ યુપીના બરેલીનું છે. આરિફ ભરતકામ કરે છે અને ઈ રિક્ષા પણ ચલાવે છે. તેની પત્ની પણ ભરતકામમાં તેની મદદ કરે છે.
મોહમ્મદ જહાનના પિતાએ કહ્યું કે હું મારા કામ તથા ઈ રિક્ષા ચલાવા ઉપરાંત પણ ગત મહિને પૂરતી કમાણી કરી શક્યો નહીં. હવે અમારા બાળકના અવસાનથી અમે બધુ ગુમાવી ચૂક્યા છીએ. તેમણે મોહમ્મદ જહાનની એક તસવીર બતાવી જેમાં તેણે ગરમ ટોપી પહેરી છે અને તેના પર લખ્યું છે કે આઈ લવ માય ઈન્ડિયા.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube