Shangri La Valley Mystery: વિવિધતાથી ભરેલા ભારતમાં એવી અનેક જગ્યાઓ છે જે ખુબ જ રહસ્યમયી છે અને જેના વિશે વિજ્ઞાન પણ સટીક જવાબ આપી શકતું નથી. શાંગ્રીલા વેલી આવી જ એક જગ્યા છે. જેના રહસ્ય અંગે હજુ સુધી કોઈ જાણી શક્યું નથી. અરુણાચલ પ્રદેશ અને તિબ્બત વચ્ચે ક્યાંક આ ઘાટી આવેલી છે. જગ્યા શાંગરી-લા ઘાટી તરીકે પણ ઓળખાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘાટીને દુનિયાની બીજી બર્મૂડા ટ્રાયંગલ પણ કહેવામાં આવે છે. આ ઘાટી ખુબ જ ખતરનાક છે અને અહીં આવ્યા બાદ કોઈનું પાછા ફરવું લગભગ અશક્ય જેવું લાગે છે. ભારતની આ જગ્યા દુનિયાભર માટે ખુબ જ રહસ્યમય બનેલી છે. આ ઘાટી સંલગ્ન અનેક લોકકથાઓ પણ છે જે અંગે સ્થાનિકો કહે છે કે આ ઘાટીનો સંબંધ ભારત કે તિબ્બત સાથે નથી પરંતુ કોઈ બીજી દુનિયા સાથે છે. તિબ્બતી ભાષામાં એક પુસ્તક લખવામાં આવ્યું છે જેને કાલ વિજ્ઞાનના નામથી ઓળખવામાં આવે છે. તેમાં પણ તેનો ઉલ્લેખ મળી આવે છે. 


કેવી રીતે ફેલાઈ ડરામણી  કહાની?
શાંગ્રીલા ઘાટી અંગે એક કહાની પ્રચલિત છે કે અહીં જે કોઈ આવે છે તે પાછું ફરતું નથી. એવું કહેવાય છે કે આ ઘાટી ઉપર સમય થોભી જાય છે. જેના કારણે તેની ઉપરથી વિમાન પણ ઉડતું નથી. ફેમસ લેખક અરુણ શર્મા દ્વારા લખાયેલા પુસ્તક 'તિબ્બત કી વહ રહસ્યમય ઘાટી' માં આ ઘાટી વિશે લખવામાં આવ્યું છે અને ઘાટી સંલગ્ન અનેક રહસ્યમયી કહાનીઓ પુસ્તકમાં વર્ણવામાં આવી છે. આ પુસ્તકમાં કહેવાયું છે કે જો કોઈ વ્યક્તિ અહીં  ભૂલથી પણ આવી જાય તો તેનું પાછા ફરવું લગભગ અશક્ય બની જાય છે. તેમના જણાવ્યાં મુજબ યુત્સુંગ નામના એક લામાએ તેમને જણાવ્યું કે શાંગ્રીલા ઘાટીમાં કાળનો પ્રભાવ નગણ્ય છે અને ત્યાં મન, પ્રાણ, અને વિચારની શક્તિ એક વિશેષ સીમા સુધી વધી જાય છે. તેમણે જણાવ્યું કે જો કોઈ વસ્તુ કે માણસ ત્યાં અજાણતા પણ જતા રહે તો તે પાછા આ દુનિયામાં ક્યારેય આવી શકતા નથી. 


યુત્સુંગના જણાવ્યાં મુજબ તેઓ પોતે આ રહસ્યમય ઘાટીમાં જઈ ચૂક્યા છે. તેમનો દાવો છે કે ત્યાં ન તો સૂર્યનો પ્રકાશ હતો કે ન તો ચંદ્રમા. ચારેબાજુ એક રહસ્યમય પ્રકાશ ફેલાયેલો હતો. તિબ્બતી ભાષાના પુસ્તક કાલ વિજ્ઞાનમાં પણ આ ઘાટીનો ઉલ્લેખ છે. આ પુસ્તક આજે પણ તિબ્બતના તવાંગ મઠના પુસ્તકાલયમાં છે. 


આ ઘાટીને સિદ્ધાશ્રમ પણ કહે છે. જેનો ઉલ્લેખ મહાભારતથી લઈને વાલ્મિકી રામાયણ અને વેદોમાં પણ છે. જેમ્સ હિલ્ટન નામના લેખકે પોતાના પુસ્તક લોસ્ટ હોરીઝોનમાં પણ આ રહસ્યમય જગ્યા વિશે લખ્યું છે. જો કે તેમના જણાવ્યાં મુજબ આ એક કાલ્પનિક જગ્યા છે. શાંગ્રીલા ઘાટી અંગે જાણકારી મેળવનારા અનેક લોકો તો હંમેશા માટે ગાયબ જ થઈ ગયા. એવું પણ કહેવાય છે કે ચીનની સેનાએ આ ઘાટીને શોધવાની ખુબ કોશિશ કરી પરંતુ તેઓ આ જગ્યા વિશે ભાળ મેળવી શક્યા નહીં. 


Haridwar ફરવા જવાનું પ્લાનિંગ હોય તો જાણો નવા નિયમ, ટુંકા કપડા પહેરનાર માટે No Entry


ભારત નજીક પહોંચ્યું બિપોરજોય વાવાઝોડું, સૌથી વધુ જોખમ તોળાઈ રહ્યું છે ગુજરાત પર


27 વર્ષ પછી ભારતમાં થશે 'મિસ વર્લ્ડ' સ્પર્ધાનું આયોજન, 130 દેશની યુવતીઓ લેશે ભાગ


બર્મૂડા ટ્રાયંગલ સાથે સરખામણી
અનેક જાણકારો આ રહસ્યમય ઘાટીની સરખામણી બર્મૂડા ટ્રાયંગલ સાથે પણ કરે છે જે યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના પૂર્વ તટ પર છે. અત્રે જણાવવાનું કે બર્મૂડા ટ્રાયંગલ એ ખતરનાક જગ્યા છે જ્યાંથી કોઈ આજ સુધી  પાછું ફર્યું નથી. તેના ઉપરથી વિમાન પણ ઉડતા નથી. આ કોઈ ત્રિભૂજ આકારની જગ્યા છે જ્યાં નાવિકોને પણ જવાની મંજૂરી નથી. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube