Biparjoy Cyclone: ભારત નજીક પહોંચ્યું બિપોરજોય વાવાઝોડું, સૌથી વધુ જોખમ તોળાઈ રહ્યું છે ગુજરાત પર
Biparjoy Cyclone: અરબ સાગરમાં હાલ ચક્રવાતની સ્થિતિ બનેલી છે જેના કારણે હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે. બિપોરજોય (બિપરજોય) નામનું આ ચક્રવાત ધીરે ધીરે ભારત તરફ આગળ વધી રહ્યું છે. ચાર રાજ્યો તેની ઝપેટમાં આવી શકે છે.
Trending Photos
Biparjoy Cyclone: અરબ સાગરમાં હાલ ચક્રવાતની સ્થિતિ બનેલી છે જેના કારણે હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે. બિપોરજોય (બિપરજોય) નામનું આ ચક્રવાત ધીરે ધીરે ભારત તરફ આગળ વધી રહ્યું છે. ચાર રાજ્યો તેની ઝપેટમાં આવી શકે છે. હવામાન વિભાગનું માનીએ તો સૌથી વધુ જોખમ ગુજરાતને છે. એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગોવાને પણ તે પ્રભાવિત કરી શકે છે. આગામી 48 કલાકમાં આ ચક્રવાત વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. ગુજરાતમાં એનડીઆરએફની 15 ટીમો તૈનાત કરાઈ છે. આ સાથે જ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટની 11 ટીમોને પણ અલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
હવામાન વિભાગની ચેતવણી બાદ સમુદ્રમાં ઊંડે સુધી ગયેલા માછીમારોને પાછા ફરવાનું કહેવાયું છે. આ ચક્રવાત પૂર્વ મધ્ય અરબ સાગરથી ધીરે ધીરે ઉત્તર અને પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે કાંઠા વિસ્તારોમાં હળવા વરસાદથી લઈને ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. હાલ આ વાવાઝોડું પોરબંદરથી 930 કિમી દક્ષિણ પશ્ચિમ તરફ છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ આ તોફાનના કારણે 135 થી 145 કિલોમીટર પ્રતિ કલાક પવન ફૂંકાઈ શકે છે. જેની અસર કાંઠા વિસ્તારોમાં પડી શકે છે.
10, 11, 12 જૂનના રોજ સૌથી વધુ અસર
અમદાવાદમાં હવામાન વિભાગના વિજ્ઞાન કેન્દ્રના નિદેશક મનોરમા મોહનતેએ કહ્યું કે આ ચક્રવાતના કારણે 10, 11, 12 જૂનના રોજ હવાની ગતિ 45 થી 55 સમુદ્રી મીલ પ્રતિ કલાકની ઝડપથી રહી શકે છે. પવનની ઝડપ 65 સમુદ્રી મીલ સુધી પણ જઈ શકે છે. ચક્રવાતના કારણે દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રની સાથે સાથે કાંઠા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. તમામ બંદરોને સૂચના આપી દેવાઈ છે. તેમને ચેતવણી સંદેશ જાહેર કરવા માટે પણ કહેવાયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે