Shani Gochar 2023: ગ્રહોના સેનાપતિ શનિ એકવાર જો કોઈ વ્યક્તિ પર વક્રદ્રષ્ટિ કરે તો તેનું જીવન દુ:ખોથી ભરાઈ જાય છે. શનિની વક્રદ્રષ્ટિ જેના ઉપર પડે તેણે જીવનમાં અનેક ઉતાર ચઢાવનો સામનો કરવો પડતો હોય છે. શનિ 30 વર્ષમાં પોતાનું રાશિચક્ર પૂરું કરે છે. શનિ એક ક્રૂર ગ્રહ ગણાતો હોવાથી જાતકોએ તેમની દ્રષ્ટિથી ખુબ સંભાળીને રહેવું પડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

30 વર્ષ બાદ શનિ કુંભ રાશિમાં
17 જાન્યુઆરી 2023ના રોજ શનિ દેવ કુંભ રાશિમાં પ્રવેશ કરવાના છે. જ્યોતિષ શાસ્ત્રીઓના જણાવ્યાં મુજબ શનિ દેવ લગભગ 30 વર્ષ બાદ પોતાની મૂળ રાશિ કુંભમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. શનિ હાલ મકર રાશિમાં વિચરણ કરી રહ્યા છે. શનિના કુંભ રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ અનેક રાશિઓ પર શનિની સાડાસાતી અને ઢૈય્યા શરૂ થઈ જશે. 


આ 2 રાશિના જાતકોએ સંભાળીને રહેવું
શનિના કુંભ રાશિમાં ગોચર કરતાની સાથે જ તમામ જાતકોને તેના સારા-ખરાબ પરિણામો મળવાના શરૂ થઈ જશે. આ ગોચર બાદ મિથુન અને તુલા રાશિના જાતકોએ નુકસાન ઉઠાવવું પડી શકે છે. કારણ કે આ બે રાશિના જાતકો પર શનિની ઢૈય્યા શરૂ થઈ જશે. ત્યારબાદ તમારા બનેલા કામ બગડી શકે છે. દાંપત્ય જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. ઘરની સુખ શાંતિ ભંગ થઈ શકે છે. આ બંને રાશિના જાતકોએ નોકરી ધંધામાં નુકસાન ઉઠાવવું પડી શકે છે. આવકમાં કમી આવી શકે છે. સહકર્મીઓ સાથે સંબંધ બગડી શકે છે. 


શનિ સંલગ્ન સમસ્યાઓ વધવાથી શનિવારે ગરીબોને ભોજન કરાવીને તેમને દાન કરવું જોઈએ. આ ઉપરાંત શનિ મંદિરમાં તેલનું દાન અને ॐ हं हनुमते नमः મંત્રનો જાપ કરો. પિતૃઓને યાદ કરીને પીપળાના ઝાડને જળ અર્પણ કરવાથી પણ સમસ્યા દૂર થઈ શકે છે. 


આ વીડિયો પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube