નવી દિલ્હીઃ Shani Margi 2022: શનિવેદ મકર રાશિમાં 23 ઓક્ટોબરે માર્ગી થયા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિની માર્ગી ચાલની અસર બધી 12 રાશિઓ પર પડે છે. જુલાઈમાં શનિદેવ મકર રાશિમાં વક્રી થયા હતા અને 13 ઓક્ટોબરે માર્ગી થયા બાદ હવે 17 જાન્યુઆરી 2023 સુધી આ અવસ્થામાં રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેવામાં કેટલીક રાશિઓ પર 17 જાન્યુઆરી 2023 સુધી શનિની અશુભ દ્રષ્ટિ રહેવાની છે. આ દરમિયાન ઘણી રાશિના જાતકોએ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જાણો શનિની કઈ રાશિઓ પર રહેશે અશુભ દ્રષ્ટિ-


વૃશ્ચિક- શનિના માર્ગી થવાની અશુભ અસર વૃશ્ચિક રાશિના જાતકો પર પડશે. આ સમયગાળામાં તમે વાદ-વિવાદથી દૂર રહો અને કાર્ય પર ધ્યાન આપો. વાણી પર કાબુ રાખો. ભાઈ-બહેનના સંબંધમાં તણાવ આવી શકે છે. નોકરી તથા વ્યાપારમાં સફળતા મેળવવા માટે વધુ મહેનત કરવી પડી શકે છે. 


આ પણ વાંચોઃ મંગળ વક્રીથી આ 4 રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે, ધનલાભની સાથે નોકરીમાં પ્રગતિનો યોગ


ધન- જ્યોતિશ શાસ્ત્ર અનુસાર ધન રાશિના જાતકોએ આ સમયગાળા દરમિયાન સંભાળીને રહેવાની જરૂર છે. નાણાકીય મામલામાં સુધાર થશે. આકસ્મિત ખર્ચ થઈ શકે છે. તમારૂ આર્થિક બજેટ બગડી શકે છે. પારિવારિક જીવનમાં મુશ્કેલી આવી શકે છે. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું.


કુંભ- કુંભ રાશિના જાતકોએ આ સમયમાં સાચવીને રહેવાની જરૂર છે. આ દરમિયાન તમારી આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ શકે છે. સ્વાસ્થ્યને લઈને બેદરકાર ન રહો. ઓફિસમાં વિવાદથી બચો. 


મકર- મકર રાશિના જાતકોએ શનિ માર્ગી અવસ્થામાં ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન શારીરિક તથા માનસિક કષ્ટ આવી શકે છે. ખર્ચમાં વધારો થઈ શકે છે. 


( આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તેને અપનાવતા પહેલા સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube