નવી દિલ્હી: કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત અગાઉ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ શરદ પવારે સોમવારે મહારાષ્ટ્રમાં શિવસેના સાથે ગઠબંધનને લઈને મોટું નિવેદન આપી બધાને ચોંકાવી દીધા. તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાએ સાથે મળીને ચૂંટણી લડી હતી અને તેમણે પોતાનો રસ્તો પસંદ કરવાનો છે. સંસદમાં મીડિયા સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે "ભાજપ-શિવસેના સાથે ચૂંટણી લડ્યાં, અમે અને કોંગ્રેસ સાથે મળીને લડ્યાં. તેમણે પોતાનો રસ્તો પસંદ કરવાનો છે અને અમે અમારી રાજનીતિ કરીશું."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIDEO: નિર્દયી માતાએ બાળકીને વાળ ખેંચી જમીન પર પટકી લાત-ઘૂસા માર્યા, તપાસમાં કારણ અંગે મોટો ખુલાસો


તેમણે જો કે કહ્યું કે તેઓ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરવાના છે. જો કે તેમણે આ મુલાકાતનો સમય જણાવ્યો ન હતો. સરકાર બનાવવાને લઈને પૂછાયેલા સવાલને તેઓ સતત ટાળતા જોવા મળ્યાં અને સોનિયા ગાંધી સાથે થનારી મુલાકાતને પણ તેમણએ માત્ર શિષ્ટાચાર મુલાકાત ગણાવી હતી. સ્પષ્ટ છે કે કોંગ્રેસ અધ્યક્ષ સાથે ચર્ચા કર્યા વગર એનસીપી સુપ્રીમો પોતાના કોઈ પત્તા ખોલવા માંગતા નથી. 


જો કે કોંગ્રેસના સૂત્રોના જણાવ્યાં મુજબ બેઠકમાં ગઠબંધનના બંને પક્ષો વચ્ચે મહારાષ્ટ્રમાં આગામી રણનીતિ અને વિચારધારાના સ્તર પર વિપરિત વિચારધારાવાળી શિવસેના સાથે સંભવિત ગઠબંધન પર ચર્ચા થશે. મહારાષ્ટ્રમાં ગત મંગળવારે રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું હતું. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube