VIDEO: નિર્દયી માતાએ બાળકીને વાળ ખેંચી જમીન પર પટકી લાત-ઘૂસા માર્યા, તપાસમાં કારણ અંગે મોટો ખુલાસો

વીડિયોમાં માસૂમ ઢીંગલીને ખુબ જ નિર્દયતાથી પીટાઈ કરવામાં આવી રહી છે. દુ:ખની વાત એ છે કે આ રીતે મારનારી મહિલા બાળકીની પોતાની જ જનેતા છે અને વીડિયો બનાવનાર તેનો જ પિતા હતો. 

Viral Raval Viral Raval | Updated: Nov 18, 2019, 05:05 PM IST
VIDEO: નિર્દયી માતાએ બાળકીને વાળ ખેંચી જમીન પર પટકી લાત-ઘૂસા માર્યા, તપાસમાં કારણ અંગે મોટો ખુલાસો

રવિન્દ્રકુમાર શ્રીવાસ્તવ, કઠુઆ: અનેકવાર કેમેરામાં એવી તસવીરો કેદ થાય છે કે જે આપણને હચમચાવી નાખે. આવો જ એક વીડિયો(Video) જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)ના કઠુઆ(Kathua)થી સામે આવ્યો છે. જે ગણતરીની પળોમાં ઈન્ટરનેટ(Internet) પર વાઈરલ(Viral Video) થઈ ગયો છે. જેણે આ વીડિયો જોયો તેનું લોહી ઉકળી ગયું અને માતાને આકરી સજા આપવાની વાત કરી. એક માસૂમ બાળકીને કોઈ માતા આ હદે મારી શકે. વીડિયોમાં માસૂમ ઢીંગલીને ખુબ જ નિર્દયતાથી પીટાઈ કરવામાં આવી રહી છે. દુ:ખની વાત એ છે કે આ રીતે મારનારી મહિલા બાળકીની પોતાની જ જનેતા છે અને વીડિયો બનાવનાર તેનો જ પિતા હતો. 

જુઓ VIDEO

વીડિયોમાં બાળકી સતત પિતાને મદદ માટે બોલાવી રહી છે. પાપા બચાવો... નહીં મારો,,, નહીં મારના નહીં...પાપા...મુઝે નહીં મારના,...બાળકી બૂમો પાડી  રહી છે અને માતાને પીટાઈ ન કરવાની વિનંતી કરી રહી છે. માતા સતત મારતી જ રહે છે અને બાળકી બૂમો પાડે છે. કોઈ તેનું સાંભળતું નથી. આ વીડિયો આમ તો થોડા દિવસ જૂનો છે પરંતુ સોશિયલ મીડિયા પર હવે વાઈરલ થયો છે. 

બાળકીની માતા તેને ઢસડે છે, પીઠ પર ઠૂસા મારે છે. બાળકીનું ગળું પણ દબાવે છે. બાળકી બચવા માટે ફાંફા મારે છે અને છોડી દેવા સતત વિનંતી કરે છે પરંતુ માતાનું કાળજું જાણે પથ્થરથી બનેલું છે એમ તે સાંભળતી જ નથી. બાળકીને વાળથી ખેંચીને ઢસડીને જમીન પર પાડે છે. આ સમગ્ર વીડિયોમાં હચમચાવતી વસ્તુ એ છે કે નાની બાળકીને નિર્દયતાથી પીટવામાં આવે છે અને તેને મારનાર તેની જ સગી જનેતા છે. જ્યારે વીડિયો બનાવનાર બાળકીનો પિતા. 

જુઓ LIVE TV

કઠુઆના ડીએસપી માજિદ મહેબૂબે જણાવ્યું કે વીડિયો થોડો જૂનો છે. પરંતુ સોશિયલ મિડિયા પર  હવે વાઈરલ થયો છે. આ વીડિયોને લઈને ચાઈલ્ડ સોશિયલ વેલફેર કમિટીએ પોલીસમાં ફરિયાદ કરી અને હવે તેમાં કેસ દાખલ થયો. તેમણે કહ્યું કે બાળકીની માતા અને પિતાની ધરપકડ થઈ છે અને પૂછપરછ ચાલુ છે. 

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બાળકીએ વીડિયોમાં જે કપડાં પહેર્યા છે તેને લઈને તેણે માતાને ફરિયાદ કરી હતી અને પછી રડવા લાગી. જેના કારણે માતાને ગુસ્સો આવી ગયો અને તેણે બાળકીની પીટાઈ કરવાની શરૂ કરી દીધી. પહેલા ઘૂસા માર્યા અને  ત્યારબાદ થપ્પડો મારી પછી ચપ્પલથી પીટાઈ કરવા લાગી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube