નવી દિલ્હી : લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપે આતંકવાદ મુદ્દે ઘરમાં ઘુસીને મારીશુંનો નારો સમાચોરમાં છવાયેલો રહ્યો હતો. આ અંગે મહારાષ્ટ્રનાં પૂર્વ મુખ્યમંત્રી એનસીપી પ્રમુખ શરદ પવારે મોદી સરકાર પર વ્યંગ કરતા કહ્યું કે, આતંકવાદની વિરુદ્ધ કરાયેલી કાર્યવાહી પાકિસ્તાન નહી, પરંતુ કાશ્મીરમાં કરવામાં આવી. તેમણે કહ્યું કે, આ સાંસ્કૃતિક સાંપ્રદાયિકતાએ ભાજપની રાજનીતિક રીતે મદદ કરી. તેમણે ચેતવણી આપી કે, એક સમુદાયનું બીજાની વિરુદ્ધ ઉભા થવા દેશના સામાજીક સદ્ભાવ માટે ખતરનાક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રહ્મોસથી લેસ થશે સુખોઇ, જળ હોય કે વાયુ તમામ ક્ષેત્રે બનશે અજેય !
લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન મોદીએ આતંકવાદીઓને તેમના ઘરમાં ઘુસીને મારીશુંનો ખુબ ઉપયોગ કર્યો હતો. તેમણે આ વાત કહી હતી જ્યારે કાશ્મીરના પુલવામા હુમલામાં 40 જવાન શહીદ થયા બાદ ભારતીય વાયુસેનાએ બદલો લીધો હતો. વાયુસેનાએ જૈશ એ મોહમ્મદના આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવતા પાકિસ્તાનનાં બાલકોટમાં હુમલો કર્યો હતો. 


અલીગઢમાં લોકોનો રોષ સાતમા આસમાને: સમગ્ર વિસ્તાર લશ્કરી છાવણીમાં ફેરવાયો
ભોપાલમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા, ફરી પોલીસની લાલીયાવાડી સામે આવી
શરદ પવારે કહ્યું કે, જનતાએ વડાપ્રધાન મોદીને એટલા માટે પસંદ કર્યું કારણ કે તેમની સરકારે દુશ્મનને તેના ઘરમાં જઇને માર્યા છે. તેમણે કહ્યું કે, જ્યારે આ હુમલો પાકિસ્તાનમાં નહી, પરંતુ કાશ્મીરમાં થયો હતો અને કાશ્મીર ભારતનો હિસ્સો છે. તેમણે કહ્યું કે, મોદી સરકારે કાશ્મીરમાં ગતિવિધિઓને અટકાવવા માટે જે પણ પગલા ઉઠાવ્યા, તેનો અર્થ એ નથી કે પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો. 


મોદી સરકાર 2.0: 5 જુલાઈએ પ્રથમ બજેટ, અર્થતંત્ર સામે છે આ પડકારો
પવારે કહ્યું કે, લોકોને નિયંત્રણ રેખા અને ત્યાંની સ્થિતી અંગે માહિતી નથી. એટલા માટે તેમને લાગ્યું કે, પાકિસ્તાનની વિરુદ્ધ કેટલીક કાર્યવાહી કરવામાં આવી હતી. પવારે કહ્યું કે, એક વિશેષ સમુદાય પ્રત્યે વિરોધ પેદા કરવા માટે આ બધુ કરવામાં આવ્યું. જેણે ભાજપને ફાયદો પહોંચાડ્યો છે. તેમણે કહ્યું કે, હિંદુઓ બાદ મુસ્લિમો દેશનાં બીજા સૌથી મોટો સમુદાય છે.