નવી દિલ્હી: મહારાષ્ટ્રના રાજકારણમાં ડે-નાઈટ મેચ ચાલુ છે. જેનો આવતી કાલે ફાઈનલ મુકાબલો છે. અજિત પવારે આજે ટ્વીટર પર એક પછી એક ટ્વીટ કરી, જેના લીધે મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. થોડીવાર પહેલા જ અજિત પવારે ટ્વીટ કરીને શરદ પવારને પોતાના નેતા ગણાવ્યાં. અજિત પવારે કહ્યું કે ભાજપ-એનસીપીનું ગઠબંધન મહારાષ્ટ્રમાં સ્થાયી સરકાર આપશે. અજિત પવારની ટ્વીટ પર કાકા શરદ પવારે જવાબ આપતા કહ્યું કે તેઓ ભાજપ સાથે કોઈ પણ સંજોગોમાં સરકાર બનાવશે નહીં. અજિત પવાર ખોટું નિવેદન આપી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અજિત પવારની ટ્વીટથી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ, કહ્યું- 'હું NCPમાં જ છું અને શરદ પવાર...'


શરદ પવારે પોતાની ટ્વીટમાં લખ્યું કે, "ભાજપ સાથે સરકાર બનાવવાનો કોઈ સવાલ જ નથી. એનસીપીએ એકમત થઈને સરકાર બનાવવા માટે શિવસેના સાથે ગઠબંધન કરવાનો નિર્ણય કર્યો છે. અજિત પવારનું નિવેદન ખોટું છે અને લોકોમાં ભ્રમ પેદા કરી રહ્યું છે."


આ અગાઉ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારે એક નવી ટ્વીટ કરી જેમાં લખ્યું કે 'હું એનસીપીમાં જ છું, અને શરદ પવાર અમારા નેતા છે. ભાજપ-એનસીપીનું ગઠબંધન રાજ્યમાં આગામી 5 વર્ષો માટે સ્થિર સરકાર આપશે. રાજ્ય અને સામાન્ય લોકોના કલ્યાણ માટે અમારી સરકાર ગંભીરતાથી કામ કરશે.'


મહારાષ્ટ્ર: NCPએ રાજભવનને સોંપી ધારાસભ્યોની સૂચિ, યાદીમાં એક MLAના નામથી બધા સ્તબ્ધ


ટ્વીટર પર પીએમ મોદીનો માન્યો આભાર
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસ અને શિવસેના વચ્ચે વિભિન્ન મુદ્દાઓ પર સહમતી સાધવાનો દોર ચાલી રહ્યો હતો ત્યાં તો શરદ પવારના ભત્રીજા  અજિત પવારે ભાજપ સાથે મળીને અલગ અને મોટો દાવ ખેલી નાખ્યો. હવે અજિત પવાર પાસે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રીની ખુરશી છે. જો કે એનસીપી, કોંગ્રેસ અને શિવસેના સતત તેમને મનાવવાના પ્રયત્નો કરી રહ્યાં છે. પરંતુ અજિત પવાર હજુ પણ પોતાના સ્ટેન્ડ પર કોઈ સમાધાન કરવાના મૂડમાં નથી. એટલું જ નહીં તેમણે તો ડેપ્યુટી સીએમ બનવા બદલ ભાજપના નેતાઓને ટ્વીટ કરીને આભાર પણ વ્યક્ત કરવા માંડ્યો છે. આ ઉપરાંત તેમણે ટ્વીટર ઉપર પણ પોતાનું સ્ટેટસ બદલીને ઉપમુખ્યમંત્રી કરી નાખ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શુભેચ્છા સંદેશના જવામાં તેમણે પીએમ મોદીનો આભાર વ્યક્ત કરતા રાજ્યમાં સ્થિર સરકાર આપવાની વાત કરી છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube