મહારાષ્ટ્ર: NCPએ રાજભવનને સોંપી ધારાસભ્યોની સૂચિ, યાદીમાં એક MLAના નામથી બધા સ્તબ્ધ
એનસીપી(NCP)એ આજે થયેલી એનસીપી વિધાયક દળની બેઠક અંગે એક પત્ર રાજભવનને સોંપ્યો છે. એનસીપી નેતા જયંત પાટિલે(Jayant Patil) કહ્યું કે મેં તમામ ધારાસભ્યોના નામની યાદી રાજભવનને સોંપી દીધી છે. જયંત પાટિલે કહ્યું કે અમે રાજ્યપાલને જે યાદી સોંપી છે તેમા અજિત પવાર(Ajit Pawar)નું નામ પણ સામેલ છે. તેમણે કહ્યું કે અમે અજિત પવારને મનાવવા તેમના ઘરે જઈ રહ્યાં છીએ. જો કે તેમની અજિત પવાર સાથેની બેઠકનું કોઈ પરિણામ આવ્યું નથી.
Trending Photos
મુંબઈ: એનસીપી(NCP)એ આજે થયેલી એનસીપી વિધાયક દળની બેઠક અંગે એક પત્ર રાજભવનને સોંપ્યો છે. એનસીપી નેતા જયંત પાટિલે(Jayant Patil) કહ્યું કે મેં તમામ ધારાસભ્યોના નામની યાદી રાજભવનને સોંપી દીધી છે. જયંત પાટિલે કહ્યું કે અમે રાજ્યપાલને જે યાદી સોંપી છે તેમા અજિત પવાર(Ajit Pawar)નું નામ પણ સામેલ છે. તેમણે કહ્યું કે અમે અજિત પવારને મનાવવા તેમના ઘરે જઈ રહ્યાં છીએ. જો કે તેમની અજિત પવાર સાથેની બેઠકનું કોઈ પરિણામ આવ્યું નથી. અત્રે જણાવવાનું કે શનિવારે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રીના શપથ લીધા તો અજિત પવારે ઉપ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. જેના કારણે રાજકીય ભૂકંપ આવી ગયો છે. હવે અજિત પવારનું નામ આ યાદીમાં સામેલ થયેલું જોતા બધા ચોંકી ગયા છે.
અજિત પવારને મનાવવાની કોશિશ નિષ્ફળ
આ બાજુ સૂત્રોના જણાવ્યાં મજબ એનસીપી નેતા જયંત પાટિલ અને દિલીપ પાટિલ તેમને મળવા માટે તેમના ઘરે ગયા હતાં. લગભગ બે કલાક ચાલેલી બેઠકનું કોઈ પરિણામ આવ્યું નથી. બંને નેતાઓ બેઠક બાદ મીડિયા સાથે કોઈ વાત કરી નથી.
નોંધનીય છે કે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ શનિવારે સવારે આઠ વાગે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યાં હતાં. એનસીપી પ્રમુખ શરદ પવારના બળવાખોર ભત્રીજા અજિત પવારે પણ તેમની સાથે ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા હતાં. ત્યારબાદ શરદ પવારે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ભાજપ અને અજિત પવારે મહારાષ્ટ્રમાં ભલે સરકાર બનાવી લીધી પરંતુ તેઓ બહુમત સાબિત કરી શકશે નહીં.
જુઓ LIVE TV
એનસીપીની શનિવારે સાંજે થયેલી બેઠકમાં અજિત પવાર પર કાર્યવાહી કરતા પાર્ટીએ તેમને વિધાયક દળના નેતા પદેથી હટાવ્યાં હતાં. એનસીપીએ તેમના સ્થાને જયંત પાટિલની વિધાયક દળના નેતા તરીકે પસંદગી થઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે