નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election) માં મમતા બેનર્જીની જીતમાં મહત્વની ભૂમિકા નિભાવનાર પ્રશાંત કિશોર (Prashant Kishor) લોકસભા ચૂંટણી 2024 માટે વિપક્ષી દળોને એક કરવામાં લાગી ગયા છે. પ્રશાંત કિશોર અને એનસીપી પ્રમુખ વચ્ચે સોમવારે એક બેઠક યોજાઈ છે. હવે મંગળવારે રાષ્ટ્ર મંચની બેઠક થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરદ પવારના ઘરે યોજાશે રાષ્ટ્ર મંચની બેઠક
મોદી સરકારની નીતિઓ વિરુદ્ધ બનેલા રાષ્ટ્ર મંચ  (Rashtra Manch) ની બેઠક દિલ્હીમાં શરદ પવારના ઘરે મંગળવારે સાંજે ચાર કલાકે યોજાશે. રાષ્ટ્ર મંચની બેઠકમાં એનસીપી અધ્યક્ષ શરદ પવાર પ્રથમવાર સામેલ થશે અને તેમના ઘર પર બેઠકથી રાષ્ટ્ર મંચના નિર્ણયો અને ગતિવિધિઓ મહત્વની થઈ જાય છે. 


યશવંત સિન્હાએ કરી હતી રાષ્ટ્રમંચની રચના
રાષ્ટ્ર મંચની સ્થાપના 2018માં પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાએ કરી હતી. મંગળવારે યોજાનારી બેઠકમાં યશવંત સિન્હા અને શરદ પવાર સિવાય આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ, પવન વર્મા સહિત અન્ય નેતાઓ હાજરી આપે તેવી સંભાવના છે. 


આ પણ વાંચોઃ યોગને સંગીતમય નમન.... દેશના પ્રસિદ્ધ ગાયકોએ તૈયાર કરેલો વીડિયો PM મોદીએ કર્યો ટ્વીટ  


વર્ષ 2018માં યશવંત સિન્હાએ દેશની આર્થિક, રાજકીય અને સામાજીક સ્થિતિ પર ચર્ચા માટે રાષ્ટ્ર મંચ શરૂ કર્યું હતું. તેમાં વિપક્ષી દળોના વિભિન્ન નેતાઓ સિવાય બિનરાજકીય લોકો પણ ભાગ લેતા રહ્યાં છે. રાષ્ટ્ર મંચનો ઉદ્દેશ્ય કેન્દ્ર સરકારની નીતિઓ વિરુદ્ધ અવાજ ઉઠાવવાનો છે. 


શું 2024 માટે ત્રીજો મોર્ચો બનાવવાની કવાયત શરૂ?
રાષ્ટ્ર મંચ કોઈ રાજકીય મંચ નથી, પરંતુ ભવિષ્યમાં તેના માધ્યમથી કોઈ ત્રીજો વિકલ્પ એટલે કે ત્રીજો મોર્ચો બનાવવાની સંભાવનાનો ઇનકાર કરી શકાય નહીં. કારણ કે રાષ્ટ્ર મંચમાં સરકાર વિરુદ્ધ રાજકીય સહિત અન્ય મુદ્દા પર ચર્ચા થાય છે. 


બેઠકમાં કોંગ્રેસ નેતા સામેલ થશે નહીં
શરદ પવારના ઘર પર મંગળવારે યોજાનારી બેઠકમાં કોંગ્રેસ નેતા સામેલ થશે નહીં. જ્યારે કોંગ્રેસ નેતા શત્રુઘ્ન સિન્હા અને મનીષ તિવારી રાષ્ટ્ર મંચ સાથે જોડાયેલા રહ્યાં છે. સૂત્રો પ્રમાણે રાષ્ટ્ર મંચની બેઠક આ વખતે શરદ પવારના ઘર પર યોજાવાને કારણે કોંગ્રેસ નેતા સામેલ થશે નહીં.


આ પણ વાંચોઃ AAP ની ગુજરાતની સાથે સાથે હવે આ રાજ્ય ઉપર પણ નજર, CM કેજરીવાલે આપ્યું મોટું નિવેદન


10 દિવસમાં બીજીવાર શરદ પવાર-પ્રશાંત કિશોરની મુલાકાત
ત્રીજો મોર્ચાની અટકળો વચ્ચે એનસીપી પ્રમુખ શરદ પવાર અને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે છેલ્લા 10 દિવસમાં બીજીવાર મુલાકાત કરી છે. બન્નેની મુલાકાત 11 જૂને મુંબઈમાં લંચ દરમિયાન થઈ હતી. જ્યારે સોમવારે પ્રશાંત કિશોર શરદ પવારને મળવા તેમના દિલ્હી સ્થિત નિવાસ્થાને પહોંચ્યા હતા. 


મમતા બેનર્જીને ત્રીજા મોર્ચાનો ચહેરો બનાવવાનો પ્રયાસ
સવાલ તે છે કે શું 2024 લોકસભા ચૂંટણી માટે ત્રીજો મોર્ચો બનાવવાની કવાયત છે. શું તે પણ કહેવામાં આવી રહ્યું છે કે આ મંચ અને પ્રશાંત કિશોર મમતા બેનર્જીને ત્રીજા મોર્ચાનો ચહેરો બનાવવાનો પ્રયાસ પણ કરી રહ્યાં છે. તો શું શરદ પવાર આ મોર્ચામાં સંયોજકની ભૂમિકામાં હશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube