AAP માં જોડાયા પૂર્વ IPS કુંવર વિજય પ્રતાપ સિંહ, CM કેજરીવાલે કહ્યું- હવે પંજાબ ઈચ્છે છે બદલાવ
પંજાબ વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષોએ હવે કમર કસી લીધી છે. આ જ કડીમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ સોમવારે અમૃતસર પહોંચ્યા. અહીં અરવિંદ કેજરીવાલની હાજરીમાં પૂર્વ આઈપીએસ વિજય પ્રતાપ સિંહે આમ આદમી પાર્ટી જોઈન કરી.
Trending Photos
નવી દિલ્હી: પંજાબ વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષોએ હવે કમર કસી લીધી છે. આ જ કડીમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ સોમવારે અમૃતસર પહોંચ્યા. અહીં અરવિંદ કેજરીવાલની હાજરીમાં પૂર્વ આઈપીએસ કુંવર વિજય પ્રતાપ સિંહે આમ આદમી પાર્ટી જોઈન કરી.
અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે હું' પંજાબમાં પૂર્વ પોલીસ અધિકારી કુંવર વિજય પ્રતાપ સિંહનું આમ આદમી પાર્ટીમાં તેમની પ્રમાણિક છબી માટે સ્વાગત કરું છું. સમગ્ર પંજાબ હવે બદલાવ ઈચ્છે છે. એક જ આશા છે 'આપ'. કુંવર સાહિબનું સમર્થન પંજાબના લોકોની આ આશાને વધુ મજબૂત કરશે.'
કુંવર વિજય પ્રતાપ સિંહે એપ્રિલમાં આપ્યું હતું રાજીનામું
અત્રે જણાવવાનું કે કુંવર વિજય પ્રતાપ સિંહની ગણતરી પંજાબ સરકારના ભરોસાપાત્ર ઓફિસરોમાં થતી રહે છે. પરંતુ કોટકપૂરા અને બહિબલ કલા ગોળીકાંડની તપાસ માટે બનેલી SIT ના પ્રમુખ કુંવર વિજય પ્રતાપ સિંહે થોડા સમય પહેલા રાજીનામું આપી દીધુ હતું. આ અગાઉ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પંજાબ પોલીસના પહેલાના એસઆઈટી રિપોર્ટને ફગાવ્યો હતો. આ એસઆઈટી ફરીદકોટ જિલ્લામાં ગુરુ ગ્રંથ સાહિબના કથિત અપમાનને લઈને 2015માં કોટકપૂરામાં પ્રદર્શન કરી રહેલા લોકો પર પોલીસના ફાયરિંગની તપાસ કરી રહી હતી.
Punjab, Amritsar | Former IG Kunwar Vijay Pratap joins Aam Aadmi Party, in the presence of Delhi CM and party leader Arvind Kejriwal. pic.twitter.com/Q95pfrOLbN
— ANI (@ANI) June 21, 2021
કુંવર વિજય પ્રતાપ સિંહ એસઆઈટીનો ભાગ હતા. જે કોટકપુરા અને બહવલ કલાં પોલીસ ફાયરિંગની ઘટનાઓની તપાસ કરી રહી હતી. કોર્ટે ત્યારે રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો કે તેઓ નવી એસઆઈટી બનાવે જેમાં કુંવર વિજય પ્રતાપ સિંહ ન હોય. પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહે શરૂઆતમાં કુંવર વિજય પ્રતાપ સિંહના રાજીનામાને સ્વીકારવાની ના પાડી દીધી હતી. તેઓ 2029માં રિટાયર થવાના હતા. પરંતુ જ્યારે પૂર્વ આઈજી રેન્કના અધિકારી મક્કમ રહ્યા તો મુખ્યમંત્રીએ સમય પહેલા રિટાયરમેન્ટનો આગ્રહ સ્વીકારી લીધો હતો.
આ બાજુ પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરા માટે અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમે લોકો પાર્ટીમાં આ અંગે મંથન કરી રહ્યા છીએ પરંતુ જે પણ હશે તે એક શીખ ચહેરો જ હશે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમારો ઉમેદવાર એવો હશે જેના પર દરેક ગર્વ કરશે.
ਆਪਣੀ ਇਮਾਨਦਾਰ ਛਵੀ ਲਈ ਮਸ਼ਹੂਰ ਪੰਜਾਬ ਪੁਲਸ ਦੇ ਸਾਬਕਾ ਅਫ਼ਸਰ ਕੁੰਵਰ ਵਿਜੇ ਪ੍ਰਤਾਪ ਸਿੰਘ ਜੀ ਦਾ ਆਮ ਆਦਮੀ ਪਾਰਟੀ 'ਚ ਮੈਂ ਸਵਾਗਤ ਕਰਦਾ ਹਾਂ। ਪੂਰਾ ਪੰਜਾਬ ਇਸ ਵਕਤ ਬਦਲਾਓ ਚਾਹੁੰਦਾ ਹੈ, ਉਮੀਦ ਸਿਰਫ਼ 'ਆਪ' ਹੈ। ਕੁੰਵਰ ਸਾਹਿਬ ਦਾ ਸਾਥ ਪੰਜਾਬ ਦੇ ਲੋਕਾਂ ਦੀ ਇਸ ਉਮੀਦ ਨੂੰ ਹੋਰ ਮਜ਼ਬੂਤ ਕਰੇਗਾ। pic.twitter.com/Nqguk0bWn4
— Arvind Kejriwal (@ArvindKejriwal) June 21, 2021
કોંગ્રેસ નેતા નવજોત સિદ્ધુ અંગે ચાલી રહેલી અટકળો પર અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેઓ એક વરિષ્ઠ કોંગ્રેસ નેતા છે અમે તેમનું સન્માન કરીએ છીએ. અરવિંદ કેજરીવાલે કહ્યું કે પૂર્વ આઈપીએસ કુંવરજી કોઈ નેતા નથી, ન હું કોઈ નેતા છું. તેઓ પ્રમાણિકતાથી કામ કરવા માટે અમારી સાથે આવ્યા છે. અરવિંદ કેજરીવાલે હાલની કેપ્ટન સરકાર પર નિશાન સાધતા કહ્યું કે પંજાબની સરકાર અહીં કોઈ બદલાવ લાવી શકી નથી, અમારી પાર્ટી આ ફેરફાર કરીને બતાવશે. કોઈની સાથે ગઠબંધન પર જ્યારે સવાલ થયો તો કેજરીવાલે કહ્યું કે જો આમ થશે તો મીડિયાને જરૂર જણાવીશું.
અત્રે જણાવવાનું કે સોમવારે જ્યારે અરવિંદ કેજરીવાલ અમૃતસર પહોંચ્યા તો અકાલી દળના કાર્યકરોએ તેમને ત્યાં એરપોર્ટ પર કાળા ઝંડા દેખાડ્યા હતા અને નારેબાજી કરી હતી. અકાલી દળ આ વખતે પંજાબમાં બસપા સાથે ચૂંટણી લડી રહ્યું છે. તો કોંગ્રેસમાં પણ પોતાની જ પાર્ટીમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે