મુંબઈઃ Sharad Pawar News: રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા ચાલી રહી છે. આ યાત્રા 7 નવેમ્બરે મહારાષ્ટ્ર પહોંચશે. આ દરમિયાન એનસીપી ચીફ શરદ પવાર પણ આ યાત્રામાં સામેલ થશે. સૂત્રો પાસેથી માહિતી મળી છે કે શિવસેના નેતા આદિત્ય ઠાકરે પણ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સામેલ થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત જોડો યાત્રા હાલ તેલંગણા રાજ્યમાંથી પસાર થઈ રહી છે. યાત્રા મહારાષ્ટ્રમાં પહોંચવાની છે અને કોંગ્રેસ કાર્યકર્તાઓ તૈયારીઓ કરી રહ્યાં છે. મહારાષ્ટ્રની મહા આઘાડી સરકારમાં કોંગ્રેસ, એનસીપી અને શિવસેના ગઠબંધનમાં હતી. પરંતુ આ વર્ષે શિવસેનાના એકનાથ શિંદેએ ઘણા ધારાસભ્યોને લઈને બળવો કરી સરકાર પાડી દીધી હતી. ત્યારબાદ શિંદેએ ભાજપની સાથે મળી નવી સરકાર બનાવી હતી. 


આ પણ વાંચોઃ IMD Alert: આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, પશ્ચિમી વિક્ષોભને કારણે થશે અસર


મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખ નાના પટોલેએ રવિવાર (30 ઓક્ટોબર) એ કહ્યુ હતુ કે શરદ પવારને ભારત જોડો યાત્રાનો ભાગ બનવાનું નિમંત્રણ સ્વીકાર કરી લીધુ છે. પટોલે રાજ્યમાં યાત્રાની તૈયારીઓની સમીક્ષા માટે આયોજીત બેઠકમાં સામેલ થયા બાદ બોલી રહ્યાં હતા. બેઠકમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી એચકે પાટિલ અને પાર્ટીના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલે ભાગ લીધો હતો. 


પટોલોએ કહ્યુ કે શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે) ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ તેમની હાજરીની પુષ્ટિ કરવાની બાકી છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા હેઠળ નાંદેડ અને બુલઠાણાના શેગાંવમાં રેલીઓને સંબોધિત કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube