નવી દિલ્હીઃ દેશની રાજનીતિમાં મોટો ફેરફાર થવાના સંકેત મળી રહ્યો છે. ચર્ચા છે કે આવનારા સમયમાં સોનિયા ગાંધી (Sonia Gandhi) યૂપીએ (UPA) અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપી શકે છે. સવાલ ઉઠે છે કે યૂપીએ અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધીના સ્થાને ક્યાર કદ્દાવર નેતા હશે? આ મામલામાં સૌથી આગળ રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી  (NCP) પ્રમુખ તથા મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા શરદ પવારનું નામ સામે આવી રહ્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કારણે રાજીનામુ આપી શકે છે સોનિયા
સૂત્રો પ્રમાણે સોનિયા ગાંધી (Sonia Gandhi) પોતાના ખરાબ સ્વાસ્થ્યને કારણે યૂપીએ પ્રમુખના રૂપમાં આગળનો કાર્યકાળ જારી રાખવા તૈયાર નથી. હવે તે મુખ્યધારાની રાજનીતિમાં પણ વધુ સક્રિય નથી. તેવામાં સોનિયા ગાંધીના પદ છોડ્યા બાદ મહારાષ્ટ્રથી પસાર 'ધ ગ્રાન્ડ ઓલ્ડ મેન' કોંગ્રેસના નેતૃત્વ વાળા ગઠબંધન યૂપીએનું નેતૃત્વ કરી શકે છે.


આ પણ વાંચોઃ મમતાના 'નાટક' વાળા નિવેદન પર નડ્ડાનો પલટવાર, કહ્યું- ખોટા હાથોમાં છે બંગાળ


પવારની છે મજબૂત પકડ
પવાર એક અનુભવી રાજનેતા હોવાના નાતે યૂપીએના સહયોગીઓ વચ્ચે ખુબ સન્માનિત પણ છે. તે પોતાના ગૃહ રાજ્ય મહારાષ્ટ્રમાં સારી પકડ ધરાવે છે. કોંગ્રેસ નેતાઓનો એક વર્ગ તે માને છે કે પવારને યૂપીએના અધ્યક્ષ બનાવવા જોઈએ કારણ કે રાહુલ ગાંધી (Rahul Gandhi) સ્પષ્ટ રૂપે ફરીથી કોંગ્રેસનું અધ્યક્ષ પદ સંભાલવાનો ઇનકાર કરી ચુક્યા છે અને તે પોતાના માતાના સ્થાને યૂપીએ અધ્યક્ષ બનવા માટે પણ તૈયાર નથી. 


કોંગ્રેસ પણ સહમત
પરંતુ કોંગ્રેસ નેતાઓના એક વર્ગને લાગેછે કે રાહુલ ગાંધીને યૂપીએના મુખ્ય ચહેરાના રૂપમાં રજૂ કરી શકાય છે પરંતુ શરદ પવાર યૂપીએના અધ્યક્ષના રૂપમાં સારો વિકલ્પ છે. પવારની પાર્ટી એનસીપી અને કોંગ્રેસ પાર્ટી મહારાષ્ટ્રમાં સાથે સરકાર ચલાવી રહી છે. 


આ પણ વાંચોઃ કિસાન નેતાઓની જાહેરાત, PM મોદીએ કૃષિ કાયદાને રદ્દ ન કર્યા તો રેલવે પાટા પર વિરોધ પ્રદર્શન થશે


શિવસેનાએ કર્યું સમર્થન
હાલમાં જ્યારે વિપક્ષના નેતાઓને કિસાનોના આંદોલનને લઈને ભારતના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી તો રાહુલ ગાંધીની હાજરી છતાં પ્રતિનિધિમંડળનું નેતૃત્વ શરદ પવારે કર્યુ હતું. પવારને યૂપીએ પ્રમુખ બનાવવાની સંભાવના પર શિવસેના નેતા સંજય રાઉતે કહ્યુ કે, એનસીપી પ્રમુખમાં દેશનું નેતૃત્વ કરવાની ક્ષમતા છે. તેમણે કહ્યુ કે, પવારને દેશના મુદ્દાનું જ્ઞાન છે અને લોકો પર તેમની પકડ છે. 


મહત્વનું છે કે શરદ પવાર તે લોકોમાંથી છે જેમણે 1991મા સોનિયા ગાંધીના વિદેશી મૂળનો હવાલો આપતા રાજીનામુ આપી દીધુ હતું. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube