મહારાષ્ટ્રઃ મંદિર ખોલવાના વિવાદમાં શરદ પવારની એન્ટ્રી, પીએમ મોદીને લખ્યો પત્ર
શરદ પવારે પીએમને લખેલા પત્રમાં કેટલાક મંદિરોનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, કેટલાક એવા સ્થળ છે, જ્યાં બે ગજની દૂરીનું પાલન કરવું અસંભવ થશે. તેમણે રાજ્યપાલની ભાષા પર પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.
મુંબઈઃ મહારાષ્ટ્રમાં મંદિર ખોલવાના મુદ્દા પર રાજનીતિ ગરમ થઈ ગઈ છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંગ કોશ્યારીએ મુખ્યમંત્રીને પત્ર લખીને જનતા માટે ધાર્મિક સ્થળ ખોલવા માટે હસ્તક્ષેપ કરવાનું કહ્યુ તે વિપક્ષી ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ આક્રમક વલણ અપનાવી લીધું છે.
રાજકીય માહોલમાં ગરમી વધવા લાગી તો હવે નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવાર પણ મંદિરને લઈને ચાલી રહેલા વિવાદમાં કુદી પડ્યા છે. શરદ પવારે આ મુદ્દા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. શરદ પવારે પત્ર ટ્વીટ કરતા કહ્યુ કે, માનનીય રાજ્યપાલે મુખ્યમંત્રીને પત્ર લખીને જનતા માટે ધાર્મિક સ્થળ ખોલવા માટે હસ્તક્ષેપની માગ કરી છે.
એનસીપી અધ્યક્ષે કહ્યું કે, રાજ્યપાલ તરફથી મુખ્યમંત્રીને પત્ર લખવાની જાણકારી મને મીડિયાના માધ્યમથી મળી. શરદ પવારે પીએમને લખેલા પોતાના પત્રમાં મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની સ્થિતિ અને રાજ્ય સરકાર તરફથી ભરવામાં આવેલા પગલાની ચર્ચા કરતા લખ્યું કે, પ્રદેશમાં ઘણા ધાર્મિક સ્થળ છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ શકે છે.
મહારાષ્ટ્રમાં મંદિર ન ખોલવા પર રાજકીય જંગ, રાજ્યપાલ અને સીએમ ઉદ્ધવ આમને-સામને
ઉલ્લેખનીય છે કે એનસીપીએ પણ રાજ્યપાલ પર હુમલો કરતા કહ્યુ હતું કે, કેન્દ્ર સરકાર બધા મંદિર ખોલવાની મંજૂરી આપે. તો શિવસેના તરફથી સંજય રાઉતે મોર્ચો સંભાળતા કહ્યુ કે, શિવસેના ન હિન્દુત્વ ભુલી છે અને ન ભૂલશે. તેમણે હિન્દુત્વને શિવસેનાની આત્મા ગણાવી હતી.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube