નવી દિલ્હી: આગામી લોકસભા ચૂંટણીમાં તમામ વિપક્ષીદળોને સાથે લાવવાની કવાયતમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ શનિવારે કોલકાતામાં વિશાળ રેલીનું આયોજન કર્યું જેમાં એક ડઝન કરતા પણ વધુ વિપક્ષી દળના નેતાઓ એક મંચ પર સાથે જોવા મળ્યાં અને તેમણે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને સત્તા પરથી હટાવવા માટે હુંકાર ભર્યો. તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમો મમતા તરફથી આયોજિત આ રેલીમાં સામેલ થઈને 20થી વધુ વરિષ્ઠ નેતાઓએ એકજૂથતા પ્રદર્શિત કરી અને પોતાની વાત રજુ કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ જ ઘટનાક્રમમાં વરિષ્ઠ નેતા શરદ યાદવ પણ વર્તમાન મોદી સરકાર પર આકરા પ્રહારો કરવા માટે મંચ પર આવ્યાં પરંતુ અજાણતા જ એવી ભૂલ કરી નાખી કે હવે વિપક્ષી એકતાની જગ્યાએ  તેમની આ ભૂલ વાઈરલ થઈ ગઈ છે અને ભાજપ ગેલમાં આવી ગયો છે. શરદ યાદવ રાફેલ ડીલમાં કૌભાંડની વાત કરી રહ્યાં હતાં પરંતુ તેમના મુખમાંથી વારંવાર બોફોર્સ નીકળતું હતું. જો કે તેમના ભાષણ બાદ ટીએમસી નેતા ડેરેકે તેમને જણાવ્યું કે તેમણે રાફેલ બોલવાનું હતું બોફોર્સ નહીં. ત્યારબાદ શરદ યાદવે પોતાની ભૂલ સુધારી. જો કે તે પછી તો ખુબ મોડું થઈ ગયું હતું. 


શરદ યાદવે કહ્યું કે આજે ઈતિહાસની ખુબ મોટી તક છે. દેશ સંકટમાં છે. ખેડૂતો તબાહ છે, યુવાઓ બરબાદ થઈ રહ્યાં છે. નિરાશ છે. જીએસટીથી વેપારીઓ પરેશાન છે. નોટબંધીના કારણે અર્થવ્યવસ્થા 10-12 વર્ષ પાછળ જતી રહી છે. લગભગ 7 કરોડ લોકો બેરોજગાર થયા છે. ત્યારબાદ તેઓ રાફેલની વાત કરવા લાગ્યાં પરંતુ તેમણે બોફોર્સનું નામ લીધુ. શરદ યાદવે કહ્યું કે બોફોર્સની લૂટ, સેનાના હથિયાર, સેનાના જહાજ અહીં  લાવવાનું કામ થયું. ડકેતી નાખવાનું કામ બોફોર્સમાં થયું છે. લૂંટ થઈ છે. શરદ યાદવ પોતાની વાત કહેતા રહ્યાં અને તેમનું ભાષણ ખતમ પણ થઈ ગયું પરંતુ આમ છતાં તેમને ભૂલનો અહેસાસ થયો નહતો. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...