Sharad Yadav Passed Away: જનતા દળ યુનાઈટેડ (JDU) ના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને બિહારના જૂના સમાજવાદી નેતા શરદ યાદવનું ગુરુવારે રાત્રે નિધન થયું. તેઓ 75 વર્ષના હતા. તેમની પુત્રી સુભાષિની યાદવે ફેસબુક પોસ્ટ દ્વારા પિતાના નિધનની જાણકારી આપી. શરદ યાદવે પોતાની રાજકીય કારકિર્દીમાં અનેક ઉતાર ચઢાવ જોયા હતા. બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર સાથે તેમની દુશ્મનાવટ ખુબ ચર્ચામાં રહી. દિલ્હીના તુઘલક રોડ સ્થિત 7 નંબરના બંગલામાં 22 વર્ષ સુધી જીવન વિતાવ્યા બાદ તેમણે આ બંગલો ખાલી કરવો પડ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2015માં જ્યારે ભાજપ વિરુદ્ધ આરજેડી અને કોંગ્રેસ સાથે મળીને નીતિશકુમારે બિહારમાં મહાગઠબંધન બનાવ્યું તો શરદ યાદવને તેના સૂત્રધાર માનવામાં આવ્યા હતા. ત્યારબાદ નીતિશકુમારે જ્યારે ભાજપ સાથે હાથ મિલાવ્યો તો શરદ યાદવ તેમના આ નિર્ણયથી ખુશ નહતા. ત્યારબાદ તેઓએ જેડીયુથી પોતાને અલગ કર્યા અને એક અલગ પાર્ટી બનાવી લીધી. જેનું રાષ્ટ્રીય જનતા દળમાં વિલય થઈ ગયું. 


શરદ યાદવની પાર્ટીનો જ્યારે આરજેડીમાં વિલય થયો ત્યારે જેડીયુ નેતાઓએ ખુબ વ્યંગબાણ ચલાવ્યા હતા. જેડીયુ નેતાઓએ ત્યારે કહ્યું હતું કે આ એ જ શરદ યાદવ છે જેમણે લાલુને સજા થવા પર ખુશી વ્યક્ત કરી હતી. કહ્યું હતું કે ભ્રષ્ટાચારીઓ માટે આ ચુકાદો એક સબક છે. તેમની નજરમાં લાલુ યાદવ ભ્રષ્ટાચારી છે તો પાર્ટીનો વિલય કેમ? જોવાનું રહેશે કે તેજસ્વી યાદવ તેમના પિતાને ભ્રષ્ટ કહેનારાને શું ઈનામ આપે છે. વાહ સમાજવાદ!


Sharad Yadav Died: પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવનું નિધન, પુત્રીએ આપી જાણકારી


મફતમાં રેવડી વહેંચતા કેજરીવાલે હવે ગુજરાતમાં ખર્ચેલા એક એક પૈસાનો આપવો પડશે હિસાબ? 


દેશમાં આ રાજ્યને મળ્યો નંબર વનનો તાજ, જાણો ગુજરાતના શું છે હાલ


અત્રે જણાવવાનું કે 31 મે 2022ના રોજ શરદ યાદવે કેન્દ્રીય મંત્રી અને સાંસદ તરીકે 22 વર્ષ વીતાવ્યા બાદ 7 તુઘલક રોડવાળો બંગલો ખાલી કર્યો હતો. મકાન ખાલી કર્યા બાદ તેમણે  કહ્યું હતું કે સમય આવે છે અને જતો રહે છે. હું 50 વર્ષથી લુટિયન્સ ઝોનમાં છું. તુઘલક રોડ પર 22 વર્ષથી છું. સમય બદલાતો રહે છે. વચન આપવા છતાં આરજેડીએ તેમને રાજ્યસભા મોકલ્યા નહતા. આ અંગે પૂછવામાં આવતા શરદ યાદવનું દર્દ પણ છલકાયું હતું. તેમણે કહ્યું હતું કે સારું એ જ રહેશે કે હવે કહાનીને પાછળ છોડી દેવામાં આવે. કારણ કે દરેક જગ્યાએ રાજ્યસભાની ટિકિટ નક્કી થઈ ગઈ છે. 


તેમણે કહ્યું હતું કે મે મારા જીવનમાં સંઘર્ષ કર્યો છે. મે નૈતિક આધાર પર ત્રણ વખત સંસદમાંથી રાજીનામું આપ્યું છે. કેટલા નેતાઓએ પોતાના રાજકીય જીવનમાં આવું કર્યું છે? શરદ યાદવે કહ્યું હતું કે મે મારા જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોયા છે. મે એક નહીં અનેક ચૂંટણી જોઈ છે. હું આ લુટિયન્સમાં 50 વર્ષથી છું. લુટિયન્સ દિલ્હીમાં આજે મારો છેલ્લો દિવસ છે. સમય બદલાયો તો ફરી પાછો આવીશ. 


આ વીડિયો પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube