જો મોદી જીત્યા તો કાં તો મને જેલમાં મોકલી દેશે, નહીં તો ગોળી મરાવી દેશે: શરદ યાદવ
લોકતાંત્રિક જનતા દળ (એલજેડી)ના નેતા શરદ યાદવને આરજેડીમાંથી મધેપુરા બેઠક માટે ટિકિટ આપવામાં આવી છે.
મધેપુરા: લોકતાંત્રિક જનતા દળ (એલજેડી)ના નેતા શરદ યાદવને આરજેડીમાંથી મધેપુરા બેઠક માટે ટિકિટ આપવામાં આવી છે. શરદ યાદવ સતત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. પરંતુ ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં તેમના જીવને જોખમ છે. શરદ યાદવે એમ પણ કહ્યું કે, 'નરેન્દ્ર મોદી જો ફરીથી ચૂંટણી જીત્યા તો મને જેલમાં મોકલી દેશે અથવા તો ગોળી મરાવી દેશે.'
લોકસભા ચૂંટણી 2019માં શરદ યાદવ મધેપુરાથી આરજેડીના સિમ્બોલ પર ચૂંટણી લડી રહ્યાં છે. શરદ યાદવે આવું પહેલીવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું એવું નથી. આ અગાઉ વર્ષ 2018નમાં રાજસ્થાન વિધાનસભા ચૂંટણી દરમિયાન તત્કાલિન મુખ્યમંત્રી વસુંધરા રાજે પર ભદ્દો કટાક્ષ કરતા કહ્યું હતું કે "વસુંધરા રાજેને આરામ આપો, તે ખુબ થાકી ગયા છે, ખુબ જાડા થઈ ગયા છે, પહેલા તો પાતળા હતાં. અમારા મધ્ય પ્રદેશના પુત્રી છે."
ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, CM યોગી 72 કલાક અને માયાવતી 48 કલાક સુધી નહીં કરી શકે પ્રચાર
13 લોકસભા ક્ષેત્રના સહરસા સ્થિત સૌર બજારમાં શરદ યાદવે એક ચૂંટણી સભાને સંબોધતા પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું કે જો પીએમ મોદી ચૂંટણી જીતી ગયા તો સમજો... કાં તો મને જેલમાં મોકલી દેશે, નહીં તો ગોળી પણ મરાવી શકે છે. આથી આવા લોકોથી સાવધ રહીને મહાગઠબંધનના હાથ મજબુત કરો.
અત્રે જણાવવાનું કે શરદ યાદવ પૂર્વમાં જનતા દળ યુનાઈટેડ(જેડીયુ)ના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. પરંતુ ત્યારબાદ કેટલાક મતભેદો થતા તેમણે પાર્ટી છોડી દીધી અને મહાગઠબંધનનો ભાગ બની ગયાં. જો કે તેમણે પાર્ટી બનાવી હોવા છતાં આરજેડીએ તેમને પોતાના સિમ્બોલ પર ચૂંટણી લડવાનું કહ્યું, સાથે એવી જાહેરાત પણ કરાઈ કે તેમની પાર્ટીનો આરજેડીમાં વિલય કરી દેવામાં આવશે.
'ચોકીદાર ચોર' મામલે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની બરાબર ઝાટકણી કાઢી, જાણો શું કહ્યું?
શરદ યાદવ માટે મધેપુરામાં જીત મેળવવી સરળ નથી. મધેપુરામાં મહાગઠબંધન અને ભાજપના ઉમેદવાર ઉપરાંત પપ્પુ યાદવ કે જે વર્તમાન સાંસદ છે, તેઓ પણ પોતાની અલગ પાર્ટી જાપ દ્વારા ચૂંટણી લડી રહ્યાં છે. આવામાં શરદ યાદવ માટે પપ્પુ યાદવ મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. પપ્પુ યાદવ છેલ્લે આરજેડીથી જ સાંસદ બન્યા હતાં. પરંતુ ત્યારબાદ તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યાં હતાં.
જુઓ LIVE TV