ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, CM યોગી 72 કલાક અને માયાવતી 48 કલાક સુધી નહીં કરી શકે પ્રચાર

લોકસભા ચૂંટણી 2019 હેઠળ પ્રચંડ ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે. જો કે નેતાઓના સતત વિવાદાસ્પદ નિવેદનો પણ સામે આવી રહ્યાં છે. આવા જ એક મામલે ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે.

ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, CM યોગી 72 કલાક અને માયાવતી 48 કલાક સુધી નહીં કરી શકે પ્રચાર

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 હેઠળ પ્રચંડ ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે. જો કે નેતાઓના સતત વિવાદાસ્પદ નિવેદનો પણ સામે આવી રહ્યાં છે. આવા જ એક મામલે ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે બસપા પ્રમુખ માયાવતી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ બંને નેતાઓ પર ચૂંટણીની આદર્શ આચારસંહિતાના ભંગનો આરોપ છે. 

ચૂંટણી પંચ તરફથી માયાવતી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર લગાવેલા પ્રચાર પ્રતિબંધ મુજબ માયાવતી હવે 48 કલાક અને યોગી આદિત્યનાથ 72 કલાક સુધી ચૂંટણી પ્રતિબંધ કરી શકશે નહીં. બંને પર આ પ્રતિબંધ આવતી કાલથી એટલે કે મંગળવારે (16 એપ્રિલ) સવારે 6 વાગ્યાથી લાગુ થશે. 

— ANI UP (@ANINewsUP) April 15, 2019

13 એપ્રિલના રોજ બસપા પ્રમુખ માયાવતીએ બુલંદ શહેરમાં એક ચૂંટણીરેલી દરમિયાન કહ્યું હતું કે, 'અમને અલી અને બજરંગબલી બંને જોઈએ કારણ કે તેઓ દલિત સમાજથી છે. અમારા અલી પણ છે અને બજરંગબલી પણ છે.' તેમણે કહ્યું કે આ જાતિ ઓળખ પણ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જ કરી છે, અમે નહીં.

જુઓ LIVE TV

નોંધનીય છે કે સીએમ યોગીએ ગાઝિયાબાદમાં તાજેતરમાં એક ચૂંટણી સભામાં ભાજપ માટે ચૂંટણી પ્રચાર કરવા દરમિયાન ભારતીય સેનાને 'મોદીજી કી સેના' ગણાવી હતી. સીએમ યોગીની આ ટિપ્પણી બાદ રાજકીય ભૂકંપ સર્જાઈ ગયો હતો. વિરોધી પક્ષોના નેતાઓએ યોગી પર આકરા પ્રહારો કરતા તેમના પર 'સેનાનું અપમાન કરવાનો' આરોપ લગાવ્યો હતો. ચૂંટણી પંચે ગાઝિયાબાદના જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે આ મામલે રિપોર્ટ માંગ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news