• હિન્દુ ધર્મમાં નવરાત્રિનું ખાસ મહત્વ હોય છે. હિન્દુ કેલેન્ડર અનુસાર, વર્ષમાં ચાર વાર નવરાત્રિ આવે છે.

  • શ્રાદ્ધ પક્ષ સમાપ્ત થતા જ નવરાત્રિ શરૂ થઈ નથી રહી. પરંતુ અધિકમાસ લાગી રહ્યો છે


ઝી મીડિયા/બ્યૂરો :હિન્દુ પંચાંગ અનુસાર, અશ્વિન મહિનાના શુક્લ પક્ષના પ્રતિપદાના શારદીય નવરાત્રિ (Navratri 2020) શરૂ થાય છે. પરંતુ આ વર્ષે એવું નહિ થાય. આ વર્ષે પિતૃ પક્ષ પૂરુ થયા બાદ નવરાત્રિનો પ્રારંભ નથી થઈ રહ્યો. પંડિતોના અનુસાર, અંદાજે 165 વર્ષ બાદ એવો સંયોગ આવી રહ્યો છે કે, શ્રાદ્ધ પક્ષ સમાપ્ત થતા જ નવરાત્રિ શરૂ થઈ નથી રહી. પરંતુ અધિકમાસ લાગી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધિક માસના પૂરા થવા પર શારદીય નવરાત્રિનો પ્રારંભ થશે. એટલે કે, આ વર્ષે નવરાત્રિનો પર્વ 25 દિવસ આગળ ખસી ગયો છે. 


આ પણ વાંચો : ‘પાણી આપ અને મારી નાખો...’ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીને માર મારતો વીડિયો વાયરલ થયો 


શ્રાદ્ધ પક્ષ 17 સપ્ટેમ્બરના રોજ પૂરું થશે. 18 સપ્ટેમ્બરના રોજથી અધિક માસ શરૂ થશે. આ અધિક માસ 16 ઓક્ટોબર સુધી ચાલશે. એટલે કે આગામી દિવસે 17 ઓક્ટોબર, શનિવારથી શારદીય નવરાત્રિ શરૂ થશે. રામ નવમી 24 ઓક્ટોબરે મનાવાશે.


હિન્દુ ધર્મમાં નવરાત્રિનું ખાસ મહત્વ હોય છે. હિન્દુ કેલેન્ડર અનુસાર, વર્ષમાં ચાર વાર નવરાત્રિ આવે છે. ચૈત્ર અને શારદીય ઉપરાંત બે ગુપ્ત નવરાત્રિ પણ આવે છે. 


નવરાત્રિના નવ દિવસ દરમિયાન માના નવ સ્વરૂપો શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધદાત્રીની પૂજા કરવામાં આવે છે. પહેલા દિવસે ઘટસ્થાપના થાય છે, અને મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. 


આ પણ વાંચો : નવરાત્રિ યોજવી કે નહિ તે અસમંજસ વચ્ચે સુરત મનપાએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન