‘પાણી આપ અને મારી નાખો...’ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીને માર મારતો વીડિયો વાયરલ થયો

‘પાણી આપ અને મારી નાખો...’ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીને માર મારતો વીડિયો વાયરલ થયો
  • દર્દીને શા માટે માર મારવામાં આવ્યો તે અંગે સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટે મીડિયાને કારણ આપ્યું.
  • દર્દીને માર માર્યો હોવાનું વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે, છતાં માર માર્યો કે નહીં તે અંગે સુપ્રિન્ટેન્ડન્ટ અજાણ હોવાનું કહ્યું

રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટની કોવિડ હોસ્પિટલનો ચોંકાવનારો વીડિયો વાઇરલ થયો છે. જેમાં PPE કીટ પહેરેલ હોસ્પિટલ સ્ટાફ અને સિક્યોરિટી દર્દીને માર મારતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ દર્દી ‘પાણી આપ અને મારી નાખો...’ એવા શબ્દો વીડિયોમાં બોલી રહ્યો છે. જોકે, દર્દીને શા માટે માર મારવામાં આવ્યો તે અંગે સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટે મીડિયાને કારણ આપ્યું છે. 

PM મોદીના જન્મદિવસ પર આ પણ વાંચો : નર્મદે…સર્વદે...!! નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો, ઈ-વધામણા કરીને PM મોદીને આપી મનગમતી ભેટ 

સુપરિટેન્ડન્ટનું નિવેદન 
રાજકોટની સિવિલ કોવિડ હોસ્પિટલમાં દર્દીને માર મારવાના મામલામાં સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોકટર પંકજ બૂચે જણાવ્યું કે, આ દર્દીનું નામ પ્રભાશંકર પાટીલ છે, જેઓની ઉંમર 37 વર્ષ છે. આ વીડિયો પ્રભાશંકર પાટીલનો છે. 9 તારીખના રોજ વહેલી સવાર તેઓએ પોતાના કપડા કાઢી નાંખ્યા હતા, તેમજ બારી પરથી કૂદકો મારવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે. તપાસ કમિટીને તપાસ સોંપવામાં આવી છે. 

દર્દીને માર માર્યો હોવાનું વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે, છતાં માર માર્યો કે નહીં તે અંગે સુપ્રિન્ટેન્ડન્ટ અજાણ હોવાનું તેઓએ કહ્યુ. જોકે, તપાસ બાદ કાર્યવાહી થશે કે કેમ તે છે મોટો સવાલ છે. દર્દીને સિક્યોરિટી સ્ટાફ દ્વારા પણ માર મારવામાં આવ્યો છે. ત્યારે કોની પરવાનગીથી માર માર્યો તે અંગે તંત્ર અજાણ હોવાનું કહે છે. 

રાજકોટમાં કોરોનાનો કાળો કહેર યથાવત છે. આજે રાજકોટમાં કોરોનાથી 33 દર્દીના મૃત્યુ થયા છે. રાજકોટ શહેરના 29, જિલ્લાના 2 અને અન્ય જિલ્લાના 2 દર્દીના મૃત્યુ થયા છે. રાજકોટમાં રોજ 25થી 30 દર્દીના મૃત્યુ થઇ રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news