નવી દિલ્હી : ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) દ્વારા દરેક જિલ્લામાં શરિયા કોર્ટ બનાવવાનાં નિર્ણય મુદ્દે થયેલા વિવાદ વચ્ચે બોર્ડના જફરયાબ જિલાનીએ આ બોર્ડનો પક્ષ મુક્યો છે. જિલાનીએ કહ્યું કે, શરિયા બોર્ડ કોઇ કોર્ટ નથી. તેમણે આરએસએશ અને ભાજપ પર આ મુદ્દે રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, આરએસએસ અને ભાજપ શરિયા કોર્ટનાં નામે રાજનીતિ કરી રહ્યા છે. જિલાનીએ તે પણ સ્પષ્ટ કર્યું કે, બોર્ડે ક્યારે પણ દરેક જિલ્લામાં શરિયા કોર્ટ સ્થાપવાની વાત નથી કરી. તેમણે જણાવ્યું કે, અમારો ઇરાદો છે કે તેની સ્થાપનાત્યાં કરવામાં આવે, જ્યાં તેની જરૂરિયાત છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિલાનીએ કહ્યું કે, બોર્ડ પોતાની તમામ જવાબદારી સાથે કામ કરી રહ્યું છે. આ જાગૃતતા ફેલાવવા માટે સમગ્ર દેશમાં વર્કશોપ આયોજીત કરશે. બોર્ડે આ નિવેદન પરથી ધારણા બની કે મુસ્લિમ સમાજને એક અલગ ન્યાયીક વ્યવસ્થાની જરૂર છે. આ મુદ્દે સંવિધાન વિશેષજ્ઞ અને નેશનલ એકેડેમી લીગલ સ્ટડીઝ એન્ડ રિસર્ચના કુલપતિ પ્રોફેસર ફૈઝાન મુસ્તફાનું કહેવું છે, સમગ્ર દેશમાં એવા આશરે 100 શરિયા બોર્ડ (દારૂલ કજા) પહેલાથી જ છે. હવે 100 વધારે ખુલી જશે તો કોઇ ફરક નહી પડે. 



પ્રોફેસર મુસ્તફાએ કહ્યું કે, હાઇકોર્ટે કહ્યું કે, દારૂલ કજા સમાનાંતર ન્યાયિક વ્યવસ્થા નથી. અલગ કોર્ટ બનાવવા પર પ્રતિબંધ છે. કોર્ટે કહ્યું કે તે ખાનગી અનૌપચારિક વિવાદ ઉકેલવાનું તંત્ર છે. કાયદો આ વાતની પરવાનગી આપે છે કે કોઇ પોતાનાં મુદ્દાનેકોર્ટની બહાર મધ્યસ્થતાથી ઉકેલ લાવે. એવું નથી કે જે લોકો તેમાં જાય છે તેમનું દેશના સંવિધાનમાં વિશ્વાસ નથી. જો તેઓ ઇચ્છે તો કોર્ટની બહાર વિવાદ ઉકેલી શકે છે.

જો કેઆ સમગ્ર વિવાદ મુદ્દે અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. જ્યાં એક તરફ કર્ણાટકનાં લઘુમતી કલ્યાણ મંત્રી જેડએ ખાને આ પ્રસ્વાતને સારો ગણાવ્યો, બીજી તરફ યુપી શિયા સેન્ટ્રલ વકફ બોર્ડના વસીમ રિઝવીએ તેને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યા. દેશમાં સંવિધાન છે. આ સંવિધાનનાં આધાર પર જજોની નિયુક્તિ થાય છે. દેશમાં શરીયા કોર્ટને કોઇ સ્થાન નથી. મુસ્લિમ પર્સનલ લો બોર્ડ કોણ હોય છે સમાંતર કોર્ટ તંત્ર ચલાવનારૂ. તે રાષ્ટ્રદ્રોહ છે.