શત્રુધ્ન સિંહાએ PM સામે સાધ્યું નિશાન, ત્રણ મોદી તો જતા રહ્યા...
પંજાબ નેશનલ બેંક (પીએનબી)ના 11 હજાર કરોડ રૂપિયાનું દેવું ચૂકવ્યા વિના વિદેશ ભાગી ગયેલા હિરાના વેપારી નીરવ મોદીના બહાને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વરિષ્ઠ નેતા અને સાંસદ શત્રુધ્ન સિંહા વડાપ્રધાન નરેંદ્ર મોદી પર સતત તીખા પ્રહાર કરી રહ્યાં છે.
પટના: પંજાબ નેશનલ બેંક (પીએનબી)ના 11 હજાર કરોડ રૂપિયાનું દેવું ચૂકવ્યા વિના વિદેશ ભાગી ગયેલા હિરાના વેપારી નીરવ મોદીના બહાને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વરિષ્ઠ નેતા અને સાંસદ શત્રુધ્ન સિંહા વડાપ્રધાન નરેંદ્ર મોદી પર સતત તીખા પ્રહાર કરી રહ્યાં છે. શત્રુધ્ન સિંહાએ ટ્વિટ કરી પીએમ મોદીના જૂના નિવેદનને આધાર બનાવી તેમની પર આકરો પ્રહાર કર્યો છે. જોકે તેમણે ટ્વિટમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે આ ટ્વિટ વ્યંગ્ય છે અને તેને પાર્ટી લાઇનથી દૂર રહીને કર્યું છે.
ટ્વિટમાં શત્રુધન સિંહાએ લખ્યું છે 'મોદીજીએ એક રેલીમાં કહ્યું હતું કે હું તો ફકીર છું ઝોલો ઉઠાવીને જતો રહીશ. ભાઇઓ ત્રણ મોદી જઇ ચૂક્યા છે લલિત, જતિન અને નીરવ. ચોથાનો ઝોલો સંતાડી દેવો જોઇએ. ઘણા સેંટિમેંટલ આદમી છે.
નીરવ મોદીની સાથે પીએમ મોદી દ્વારા મંચ શેર કરવાને લઇને શત્રુધ્નએ ઉઠાવ્યો સવાલ
આ પહેલાં શત્રુધ્ન સિંહાએ વડાપ્રધાન નરેંદ્ર મોદી દ્વારા નીરવ મોદી સાથે મંચ શેર કરવાના મુદ્દે સવાલ ઉઠાવ્યા છે. ગત મહિને વર્લ્ડ આર્થિક મંચ પર બેઠક દરમિયાન વડાપ્રધાન નરેંદ્ર મોદીની સાથે નરેંદ્ર મોદીની ઉપસ્થિતિ પર સવાલ ઉઠાવ્યા છે. પટના સાહિબ ક્ષેત્રમાંથી ભાજપના સાંસદ શત્રુધ્ન સિંહા વ્યંગ્યાત્મક ટ્વિટની એક શૃંખલા જાહેર કરતાં વિદેશ મામલાના મંત્રાલયને સવાલ પૂછ્યો છે કે હંમેશા અતિ સજાગ રહેનાર પીએમઓ આ સમયે ઉંઘી રહ્યો હતો. શત્રુધ્નએ વડાપ્રધાનને સંબોધિત કરતાં અને ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં પટના યુનિવર્સિટી શતાબ્દી સમારોહનું ઉદાહરણ આપતાં કહ્યું કે પટનાના સાંસદ હોવા છતાં તે સમારોહમાં વડાપ્રધાનની સાથે મંચ પર હાજર રહેવાની પરવાનગી આપવામાં ન આવી, કારણ કે પીએમઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી યાદીમાં તેમનું નામ ન હતું.
તેમણે કહ્યું કે 'વિદેશ મંત્રાલયના અનુસાર નીરવ મોદીને આમંત્રિત કરવામાં આવ્યા ન હતા, પરંતુ તે મંચ પર તમારી સાથે હતા. હું તો બસ એ જાણવા માંગું છું કે આટલી સાવધાની વર્તનાર પીએમઓ શું તે સમયે ઉંઘી રહ્યું હતું? કૃપયા રાષ્ટ્રને જણાવો.' પાર્ટીમાં નજરઅંદાજ કરવામાં આવતા હોવાના લીધે નારાજ શત્રુધ્ન એક સમયે ભાજપના સ્ટાર પ્રચારક રહ્યાં છે અને તાજેતરમાં તેમની પાર્ટી લાઇનથી હટીને કરવામાં આવેલી ટિપ્પણીના લીધે ભાજપને ફજેતીનો સામનો કરવો પડી રહ્યો છે.