નવી દિલ્હી : 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના પ્રચંડ બહુમતથી જીત બાદ મોદી-શાહ પ્રખર ટીકાકાર શત્રુઘ્ન સિન્હા અચાનક તેમના પ્રશંસક બની ગયા છે. તેમણે હવે બંન્ને નેતાઓનાં વખાણ કરતા જીતને 'ગ્રેટ' ગણાવતા શુભકામનાઓ પાઠવી. બીજી તરફ પોતાની વિરુદ્ધ પટના સાહિબ સીટ પરથી જીતેલા ભાજપ નેતા રવિશંકર પ્રસાદને તેમણે પારિવારિક મિત્ર ગણાવ્યા છે. ભાજપનાં બે લોકોની પાર્ટી કહીને હંમેશા તીખા હુમલા કરનારા શત્રુઘ્ન સિન્હાએ ભાજપ અધ્યક્ષ અમિત શાહને ઉચ્ચ કોટિના રણનીતિકાર.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મધ્યપ્રદેશના પૂર્વ CM શિવરાજસિંહ ચૌહાણનાં પિતાનું મુંબઇમાં નિધન

લોકસભા ચૂંટણીમાં જીત મુદ્દે પોતાનો શુભકામના સંદેશમાં શત્રુઘ્ન સિન્હાએ ટ્વીટ કરીને કહ્યું કે, આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, માસ્ટર રણનીતિજ્ઞ અમિત શાહ અને વિશેષ રીતે અમારા પારિવારિક મિત્ર રવિશંકાર પ્રસાદને સ્પષ્ટ બહુમતીની જીતની શુભકામનાઓ. આ તે પાર્ટીમાં ઉત્સવનો સમય છે, જે હાલ સુધી મારી પણ હતી. હું તમામનો હૃદયથી સલામ કરુ છું. 


રાહુલ બાદ મમતાની રાજીનામાની રજુઆત, કહ્યું કોંગ્રેસની જેમ સરેન્ડર નહી કરૂ
LIVE: લોકસભા 2019 મારા માટે ચૂંટણી નહી તિર્થયાત્રા હતી, નરેન્દ્ર મોદી
ભાજપ સાથે બળવો કર્યા બાદ કોંગ્રેસમાં જોડાયેલા શત્રુઘ્ન સિન્હા આ વખતે પોતાની પટના સાહિબ સીટથી ચૂંટણી મેદાનમાં હતા, પરંતુ તેમને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ સાથે હારનો સામનો કરવો પડ્યો. બીજી તરફ લખનઉથી સપાની ટિકિટ પર ચૂંટણી લડનારી તેમની પત્ની પુનમ સિન્હાને પણ રાજનાથ સિંહ સામે પરાજયનો સામનો કરવો પડ્યો. 


રાહુલ ગાંધીએ ધર્યુ રાજીનામું, કોંગ્રેસના સભ્યોએ કહ્યું તમારી જરૂર છે

લોકસભા ચૂંટણીમાં પરાજય બાદ અગાઉ શત્રુઘ્ન સિન્હાએ સમાચાર એજન્સી એએનઆઇ સાથે ચૂંટણીમાં ખેલ હોવાની વાત કરી હતી. કહ્યું કે, ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશમાં થયેલા લોકસભા ચૂંટણી દરમિયાન મોટા પ્રમાણમાં ખેલ થયો છે. જો કે આ બધી વાતો માટે યોગ્ય સમય નથી.