ભોપાલ/પટણા: ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયેલા પટણાસાહિબથી સાંસદ શત્રુઘ્ન સિન્હા હવે કોંગ્રેસના જ 'શત્રુ' બનતા જોવા મળી રહ્યાં છે. તેઓ મધ્ય પ્રદેશના છિંદવાડામાં મુખ્યમંત્રી કમલનાથના પુત્ર અને કોંગ્રેસના ઉમેદવાર નકુલનાથ માટે પ્રચાર કરવા પહોંચ્યા હતાં. ત્યાં તેમણે આપેલું ભાષણ તેમની પાર્ટી માટે જ અસહજ સ્થિતિ પેદા કરી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શત્રુઘ્ન સિન્હાના ભાષણની સાથે જ આ લોકસભાની ચૂંટણીમાં પણ જિન્નાહનું જિન ફરી પાછું બોટલમાંથી બહાર આવ્યું છે. સોસરમાં આયોજિત એક ચૂંટણી સભાને સંબોધતા શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે દેશની આઝાદી અને વિકાસમાં મોહમ્મદ અલી જિન્નાહનું પણ યોગદાન રહ્યું છે. 


કોંગ્રેસ પાર્ટીના વખાણ કરતા સિન્હાએ કહ્યું કે સરદાર પટેલથી લઈને નહેરુ સુધી, મહાત્મા ગાંધીથી લઈને જિન્નાહ સુધી, ઈન્દિરા ગાંધીથી લઈને રાહુલ ગાંધી સુધી, ભારતની આઝાદી અને વિકાસમાં બધાનું યોગદાન છે. આથી હું કોંગ્રેસ પાર્ટીમાં આવ્યો. અત્રે જણાવવાનું કે શત્રુઘ્ન સિન્હા પટણા સાહિબ લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...