મજૂરોનો વીડિયો શેર કરીને શત્રુઘ્ન સિન્હાએ સરકારને પૂછ્યો સવાલ, લોકો બોલ્યા-`ખામોશ...જૂનો છે`
એક્ટર અને પોલિટિશિયન શત્રુઘ્ન સિન્હાએ સોશિયલ મીડિયા પર મજૂરો પર એક વીડિયો શેર કર્યો અને ટ્રોલ થવા લાગ્યાં. વાત જાણે એમ છે કે શત્રુઘ્ન સિન્હાએ આ વીડિયો દ્વારા મોદી સરકારને એક સવાલ પૂછીને જવાબ પણ માગ્યો છે. જો કે સોશિયલ મીડિયા યૂઝર્સે આ વીડિયો જૂનો ગણાવ્યો છે.
નવી દિલ્હી: એક્ટર અને પોલિટિશિયન શત્રુઘ્ન સિન્હાએ સોશિયલ મીડિયા પર મજૂરો પર એક વીડિયો શેર કર્યો અને ટ્રોલ થવા લાગ્યાં. વાત જાણે એમ છે કે શત્રુઘ્ન સિન્હાએ આ વીડિયો દ્વારા મોદી સરકારને એક સવાલ પૂછીને જવાબ પણ માગ્યો છે. જો કે સોશિયલ મીડિયા યૂઝર્સે આ વીડિયો જૂનો ગણાવ્યો છે.
વીડિયોમાં રસ્તા પર હજારોની સંખ્યામાં મજૂરો અને કામદારો જોવા મળી રહ્યાં છે. જે લોકો ઘર વાપસી માટે પગપાળા ચાલી રહ્યાં છે અને કેટલાક રસ્તા કિનારે રાહ જોઈ રહ્યાં છે. વીડિયોની સાથે તેમણે લખ્યું કે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સર પર વિશ્વાસ જતાવતા...આપણા પ્રવાસીઓની દયનીય દુર્દશા છે. કઈ દિશામાં મુસાફરી કરી રહ્યા છે સર? જયહિન્દ!
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube