મમતા બેનર્જીની રેલીમાં બોલ્યા શત્રુઘ્ન સિન્હા, ‘સત્ય બોલવું બળવાખોરી છે, તો હા હું છું બળવાખોર’
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)થી બળવાખોરી કરતા શત્રુઘ્ન સિન્હાએ કોલકાતામાં આયોજિત મમતા બેનર્જીની રેલીને સંબોધન કરતા કહ્યું કે અમારો એકમાત્ર એજન્ડા છે પરિવર્તન, પરિવર્તન અને પરિવર્તન.
પટના: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)થી બળવાખોરી કરતા શત્રુઘ્ન સિન્હાએ કોલકાતામાં આયોજિત મમતા બેનર્જીની રેલીને સંબોધન કરતા કહ્યું કે અમારો એકમાત્ર એજન્ડા છે પરિવર્તન, પરિવર્તન અને પરિવર્તન. આ સાથે જ તેમણે કહ્યું કે હું અહીંયા બંધારણને બચાવવા અને નવી સરકાર બનાવવા માટે આવ્યો છું. તે દરમિયાન તેણે કહ્યું લોકો મને પુછે છે, ‘તેમે ભાજપની સામે બોલો છો તો પાર્ટીમાં શા માટે છો? હું તેમને કહું છું કે જો સત્ય બોલવું બળવાખોરી છે તો હાં હું બળવાખોર છું.’
વધુમાં વાંચો: JNU મુદ્દે કોર્ટે પોલીસની ઝાટકણી કાઢી, સરકારે પરવાનગી વગર દાખલ થઇ ચાર્જશીટ
તેમણે કહ્યું કે હું અત્યારે પણ ભાજપનો એક ભાગ છું, સાથે જ તેમણે કહ્યું કે પાર્ટીથી મોટો વ્યક્તિ નથી હોતો અને દેશથી મોટી પાર્ટી નથી હોતી.
મમતાના મંચ પર બોલ્યા અખિલેશ, ‘સપા-બસપા ગઠબંધનથી દેશમાં ખશીનો માહોલ, પરંતુ...’
તેમના સંબોધન દરમિયાન તેમણે રાહુલ ગાંધીની પણ પ્રશંસા કરી હતી. શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ બનાવાના એક વર્ષમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસે ત્રણ રાજ્યોમાં જીત હાસંલ કરી છે.
વધુમાં વાંચો: મુંબઈ: લોકલ ટ્રેનમાં મુસાફરી કરતી મહિલાઓ સાવધાન, પ્રાઈવેટ પાર્ટ પર બદમાશો નાખે છે કેમિકલ
શત્રુઘ્ન સિન્હાએ તે દરમિયાન તેમની જ સરકાર પર આકરા પ્રહારો કર્યાં હતા. તેમણે કહ્યું કે પ્રોમિસ અને પરફોર્મેશમાં અંતર હોય છે. મુદ્દાઓથી આપણું ધ્યાન ભટકાવવા માટે ચૂંટણી પાસે આવતા જ અયોધ્યાની તરફ લઇ જવાનો પ્રયત્ન થશે. તે દરમિયાન તેમણે તેજસ્વી યાદવ અને અરવિંદ કેજરીવાલની પણ પ્રશંસા કરી હતી.