રાંચી: ભારતીય જનતા પાર્ટીના નેતા અને બળવાખોર નેતા તરીકે પંકાયેલા પટણાસાહિબના સાંસદ શત્રુઘ્ન સિન્હા શુક્રવારે રાંચી પહોંચ્યા હતાં. બિહારીબાબુ ચારા કૌભાંડના અનેક મામલાઓમાં સજા કાપી રહેલા આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ સાથે મુલાકાત કરશે. એરપોર્ટ પર મીડિયા સાથે વાતચીત કરતા તેમણે ત્રણ રાજ્યોમાં મળેલી હારને ભાજપની ભૂલોનું પરિણામ ગણાવ્યું. આ સાથે જ તેમણે કહ્યું કે પાર્ટીએ જો પોતાની ભૂલ સુધારવી હોય તો લાલકૃષ્ણ અડવાણી, યશવંત સિન્હા અને અરુણ શૌરી જેવા નેતાઓને ગળે લગાડવા જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી લોકસભા ચૂંટણીમાં પટણાસાહિબથી ચૂંટણી લડવાના સવાલ પર શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે પરિસ્થિતિ ગમે તે હોય, પરંતુ લોકેશન તે જ રહેશે. એરપોર્ટ પર પોતાના ચિરપરિચિત અંદાઝમાં ખામોશ ડાયલોગ બોલીને તેમણે લોકોને ખુશ પણ કર્યાં. તેમણે રાંચી મુલાકાતને પોતાનો અંગત પ્રવાસ ગણાવ્યો.


આ સાથે જ લાલુ પ્રસાદ સાથેની મુલાકાત પર તેમણે કહ્યું કે તેઓ અમારા કૌટુંબિક મિત્ર છે. સુખ દુ:ખમાં હંમેશા સાથ આપ્યો. અત્રે જણાવવાનું કે ચારા કૌભાંડના અનેક કેસોમાં સજા પામી ચૂકેલા લાલુ પ્રસાદ હાલ રિમ્સમાં દાખલ છે. 


બિહારીબાબુએ આ દરમિયાન ભાજપને સલાહ પણ આપી નાખી. તેમણે કહ્યું કે હજુ પણ જાગવા માટે સમય છે. સમર્પણની ભાવનાથી લાલકૃષ્ણ અડવાણી, યશવંત સિન્હા અને અરુણ શૌરીને ગળે લગાવો. તેમણે કહ્યું કે ત્રણેય દિગ્ગજો ભાજપમાં અલગ થલગ પડી ગયા છે. તેમણે પોતાને ભાજપી હોવા પહેલા એક ભારતીય ગણાવ્યાં. 


દેશના વધુ સમચાારો વાંચવા માટે કરો ક્લિક...