જયપુર : શ્રીગંગાનગરના પદમપુરમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. ટ્રેક્ટર રેરિંસ પ્રતિયોગિતા દરમિયાન ટીન શેડ પડી ભાગ્યો હતો. ટીન શેડની ઉપર પણ લોકો બેસીને પ્રતિયોગિતા જોવા માટે એકત્ર થયા હતા. આશરે 300 લોકો ઘાયલ થઇ ગયા છે. જો કે તંત્રનું કહેવું છે કે દુર્ઘટનામાં 25-30 લોકો ઘાયલ છે. દુર્ઘટનામાં અત્યાર સુધી કોઇના મોતના સમાચાર નથી. પ્રતિયોગિતા દરમિયાન અચાનક દુર્ઘટના થયા બાદ પણ ભાગદોડ મચી ગઇ. રાજસ્થાન તંત્રની પરવાનગી વગર પ્રિતયોગિતા થઇ રહી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝાડ પર ચડીને પણ લોકો પ્રતિયોગિતા જોઇ રહ્યા હતા.  મુખ્યમંત્રી વસુંધરા રાજેએ દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કરતા આ મુદ્દે તપાસના આદેશ આપ્યા છે. પ્રત્યક્ષ દર્શીઓનાં અનુસાર 15 હજારથી વધારે લોકો પ્રતિયોગિતા જોવા માટે પહોંચ્યા હતા. ટીન શીડ અચાનક પડી જવાના કારણે આ દુર્ગટના થઇ હતી. દુર્ઘટના બાદ તંત્ર પર સવાલ ઉભા થઇ રહ્યા છે. આખરે આવી ખતરનાક પ્રતિયોગિતાને મંજુરી કઇ રીતે સરકાર દ્વારા આપી દેવામાં આવી.



પોલીસ સ્ટેશન અધિકારી રામેશ્વરલાલે જણાવ્યું કે, ઘટના તે સમયે બની જ્યારે મંડી પરિસરમાં આયોજીત બે ટ્રેક્ટરની ગતિવિધિઓને સેંકડો લોકો જોઇ રહ્યા હતા. કેટલાક લોકો ટીન શેડ પર ચડીને પણ આ રેસિંગ જોઇ રહ્યા હતા. અચાનક ટિનશેડ પડી જવાનાં કારણે 15 લોકો ઘાયલ થઇ ગયા. શ્રીગંગાનગર જિલ્લા કલેક્ટર ગ્યાનારામે જણાવ્યું કે, પ્રારંભિક માહિતી  અનુસાર ટિનશેડ પડી જવાનાં કારણે 15 લોકો ઘાયલ થઇ ગયા. તેમણે જણાવ્યું કે, દુર્ઘટનામાં ઘાયલ થયેલા દસ લોકોને પદમપુરની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે, જ્યારે ગંભીર રીતે ઘાયલ પાંચ લોકોએ શ્રીગંગાનગર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.