Shepherd Dancing To A Bollywood Song: ઇન્ટરનેટ હવે દરેક વર્ગના લોકો એકબીજા સાથે જોડાવવા લાગ્યા છે અને વીડિયો વાયરલ થતાં દુનિયાભરમાં ખ્યાતિ પણ મળે છે. બસ તમારો વીદિયો બીજાથી હટકે અને લોકોને ગમે તેવો હોવો જોઇએ. નવા કોન્સેપ્ટથી બનાવવામાં આવેલો વીડિયો પણ લોકોને ખૂબ આકર્ષિત કરે છે. આ વખતે બોલીવુડ સોન્ગ પર ડાન્સ કરી રહેલા એક ઘેટાંપાળકે પોતાનો ડાન્સ વીડિયોથી ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે. આ વીડિયો ઇંસ્ટાગ્રામ હેન્ડલ Oosm દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. ડાન્સ વીડિયોમાં એક વ્યક્તિને કુર્તો પહેરેલો જોવા મળે છે જે પોતાની પાછળ ઘેટાનું ટોળુ ચાલી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાથે જ તેની સાથે બે બાળકો પણ છે જે ડાન્સ કરે છે અને સંપૂર્ણપણે આનંદ ઉઠાવતાં રહે છે. એક બાળક તો ગધેડા પર બેસીને સવારી કરતો જોવા મળે છે. વ્યક્તિ ડાન્સ મૂવ્ય્સ અને અનોખા અંદાજમાં પરર્ફોમન્સ પણ કરી રહ્યો છે. 


બોલીવુડ સોન્ગ પર પશુપાલકે કર્યો ડાન્સ
આ વ્યક્તિ બોલીવુડ એક્ટર અજય દેવગણ અને સંજય દત્તની ફિલ્મ 'હમ કિસી સે કમ નહી' ના સોન્ગ 'પીછે બારાતી આગે બેન્ડ-બાજા, આએ દૂલ્હે રાજા' ના ટાઇટલ ટ્રેક પર ડાન્સ કરી રહ્યા છે. વીડિયો રણ વિસ્તારમાં શૂટ કરવામાં આવ્યો છે. તેમાં ઘણા બધા ઘેટાં અને બે નાના છોકરા ગીત પર ડાન્સ કરતાં જોવા મળે છે. જ્યાં એક પશુપાલક સાથે તાલ મેળવવાનો પ્રયત્ન કરે છે તો બીજી તરફ વાંસળી વગાડતાં ગધેડા પર બેઠેલો જોઇ શકાય છે. 


આ પણ વાંચો:  શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે બાજરીનો રોટલો, ફાયદા જાણીને બીજાને પણ આપશો સલાહ
આ પણ વાંચો:  ચહેરાને ચમકાવશે બારમાસીનું ફૂલ, ઢળતી ઉંમરમાં પણ નહી દેખાય કરચલી-કાળા ડાઘ
આ પણ વાંચો:  Beauty Remedies: ડુંગળીમાં મિક્સ કરી લગાવો આ વસ્તુ, ચાંદ જેવું ચમકશે મુખડું


જુઓ વીડિયો:


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Oosm Dance (@oosm.dance)


સોશિયલ મીડિયા પર વીડિયો થઇ રહ્યો છે વાયરલ
વીડિયોને ઇંસ્ટાગ્રામ પર હજારો લાઇક્સ મળી, જ્યારે લગભગ 10,000 વાર જોવામાં આવ્યો છે. જેવો જ તેને શેર કરવામાં આવ્યો, નેટિઝન્સને લોકપ્રિય વીડિયો પર તાત્કાલિક પ્રતિક્રિયા આપી. એક યૂઝરે કોમેન્ટ કરી. 'ખરેખર મિત્રો આ વીડિયો કમાલનો છે. હું જલદી કોઇનો વીડિયોને લાઇક કરતો નથી પરંતુ મેં તમારો વીડિયો લાઇક કર્યો છે. તમારા ડાન્સ મૂવ્સ ખૂબ સારા છે. એક અન્ય યૂઝરે લખ્યું 'ખૂબ જ સારો વીડિયો છે. ભારતમાં પ્રતિમાની ખોટ નથી અને ઇન્ટરનેટ હવે કોઇપન વ્યક્તિ માટે પોતાની સ્કિલને પરર્ફોમન્સ કરવી સરળ છે. 


આ પણ વાંચો: ભારતમાં ઝડપથી ફેમસ થઇ રહ્યું છે આ ચીનનું ફળ, ફાયદા જાણીને ખરીદવા દોડશો
આ પણ વાંચો:
 Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube