શિમલાઃ જ્યાં મોટી સંખ્યામાં દર વર્ષે પ્રવાસીઓ પહોંચતા હોય છે તે હિમાચલ પ્રદેશમાં હાલ રમણીય સૌંદર્ય જોવા મળી રહ્યું છે. બરફવર્ષાને કારણે પહાડોએ જાણે સફેદ ચાદર ઓઢી લીધી છે. તો પર્યટકો મનભરીને મસ્તી કરતાં જોવા મળી રહ્યા છે. જુઓ હિમાચલમાં થયેલા સ્નોફોલમાં આનંદ ઉઠાવતી પ્રવાસીઓનો આ અહેવાલ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિમાચલ પ્રદેશમાં ઉંચાઈવાળા વિસ્તારોમાં લાંબા સમય પછી થયેલી બરફવર્ષા થઈ છે. સ્નોફોલને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હિમાચલના કુફરીમાં પણ બરફવર્ષાને કારણે હવામાન ઠંડક પ્રસરી ગઈ છે. ચારે બાજુ બરફ અને વચ્ચે આનંદ ઉઠાવતા પર્યટકો જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં દેશના વિવિધ રાજ્યોના સહેલાણીઓ કુફરીમાં બરફનો આનંદ કરવા માટે પહોંચ્યા છે. 


જાન્યુઆરીમાં હિમાચલમાં કંઈ ખાસ બરફવર્ષા થઈ નહતી. પરંતુ જાન્યુઆરી પછી ફેબ્રુઆરી માસમાં જોરદાર સ્નોફોલ થયો તેના કારણે સમગ્ર વાતાવરણ ખીલી ઉઠ્યું. બહારના રાજ્યથી આવેલા પર્યટકો લાંબા સમયથી બરફ વર્ષાનો ઈન્તજાર કરી રહ્યા હતા. પરંતુ ક્યાંય બરફ પડી રહ્યો નહતો. પરંતુ જેવો સ્નોફોલ શરૂ થયો તેની સાથે જ મોટી સંખ્યામાં સહેલાણીઓ કુફરીમાં ઉમટી પડ્યા અને સ્નોફોલનો આનંદ ઉઠાવા લાગ્યા....


આ પણ વાંચોઃ બિહારમાં નીતિશ સરકાર રહેશે કે જશે? સોમવારે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ


કુફરી એક પર્યટન સ્થળ છે જ્યાં દર વર્ષે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા છે. અને હજુ પણ પ્રવાસીનો ધસારો સતત ચાલુ જ છે. તો હવામાન વિભાગે ઠંડીનો ચમકારો વધવાની પણ આગાહી કરી છે. જેના કારણે કુફરી જ નહીં પરંતુ આસપાસના અનેક ઉંચાઈવાળા ક્ષેત્રોમાં બરફ જ બરફ જોવા મળી શકે છે. હાલ પહાડોએ સફેદ ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. જેના કારણે પર્યટકો ખુશ છે, સાથે સાથે સ્થાનિક વેપારીઓના પણ ચહેરા ખીલી ઉઠ્યા છે. 


હિમાચલના પહાડી વિસ્તારોમાં હાર્ટથીજવતી ઠંડી પડી રહી છે. જ્યારે મેદાની વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે. તો વહેલી સવારે વાતાવરણમાં એટલું ધુમ્મસ છવાઈ જાય છે. વીઝીબિલીટી સાવ ઝીરો થઈ જાય છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ ઠંડી વધવાની સંભાવના છે. તેને જોતા સ્થાનિક લોકોએ થોડી વધારે મુશ્કેલીનો સામનો કરવો પડે તો નવાઈ નહીં.