મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિવસેનાની લડાઈ હજુ ખતમ થઈ નથી. ઉદ્ધવ ઠાકરે જૂથ સતત શિંદે જૂથ પર હુમલો કરી રહ્યું છે. બંને જૂથમાં હવે લડાઈ પાર્ટીને લઈને છે. આ વચ્ચે શિવસેના સાંસદ સંજય રાઉતે મહારાષ્ટ્રમાં શિંદે સરકારને લઈને ચોંકાવનારો દાવો કર્યો છે. સંજય રાઉતે ભાજપ પર હુમલો કરતા કહ્યું કે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની સરકાર વધુ દિવસ સુધી ટકી શકશે નહીં. આ સરકારનો આધાર નબળો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિંદે સરકારને લઈને રાઉતનો ચોંકાવનારો દાવો
સંજય રાઉતે રવિવારે દાવો કર્યો કે એકનાથ શિંદેના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર સરકારનો આધાર મજબૂત નથી અને તે પોતાના અંતર વિરોધને કારણે પડી જશે. રાઉતે અહીં સંવાદદાતાઓને કહ્યું- અમે ભારતીય જનતા પાર્ટીની જેમ લાઉડસ્પીકર પર તારીખ નહીં આપીએ. પરંતુ આ સરકાર ચોક્કસપણે લાંબા સમય સુધી ચાલશે નહીં. શિવસેનાના મુખ્ય પ્રવક્તા રાઉતે કહ્યું કે શિંદે સરકારની રચનાના એક મહિના બાદ પણ કોઈ વિભાગની ફાળવણી કરવામાં આવી નથી. રાઉતે દાવો કર્યો- ચોરી છુપેથી રચવામાં આવેલી બેવડો માપદંડ રાખનારી આ સરકાર પોતાના અંતર વિરોધથી પડી જશે. તે મજબૂત પાયા પર ટકેલી નથી. 


આ પણ વાંચો- જીવંત લોકતાંત્રિક વ્યવસ્થાની તાકાતને સલામ, વાંચો રાષ્ટ્રપતિ કોવિંદના સંબોધનની મોટી વાતો


ભારે મનથી શિંદેને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય?
મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટિલે આ પહેલા શનિવારે કહ્યુ હતુ કે પાર્ટીએ દેવેન્દ્ર ફડણવીસ  (પૂર્વ મુખ્યમંત્રી) ની જગ્યાએ શિવસેનાના બળવાખોર નેતા શિંદેને રાજ્યના મુખ્યમંત્રી બનાવવાનો ભારે મનથી નિર્ણય કર્યો હતો. ફડણવીસ દ્વારા રાઉતને એક એવુ 'લાઉડસ્પીકર' ગણાવતા કહ્યું કે તેના અવાજથી લોકો કંટાળી ગયા છે. શિવસેના સાંસદે કહ્યુ કે તેમનું લાઉડસ્પીકર મહારાષ્ટ્રના લોકોનો અવાજ છે અને તે તેના વિચારોને પ્રગટ કરવાનું જારી રાખશે. 


રાઉતે ફડણવીસ પર નિશાન સાધ્યું
તેમણે કહ્યું- ત્યાં સુધી કે ફડણવીસ પણ મારો લાઉડસ્પીકર સાંભળે છે. અમારે જે કંઈ કહેવાની જરૂર હોય છે તે નિર્ભિક થઈને કહીએ છીએ. તેમણે કહ્યું- શિવસેનાનું લાઉડસ્પીકર 56 વર્ષથી લાગી રહ્યું છે. શિવસેના નેતાએ કહ્યું- તમે તમારી સરકાર જુઓ. તમે દિલ્હી કેટલીવાર જાવ છો? એક મહિના બાદ પણ વિભાગોની ફાળવણી થઈ નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube