મુંબઇ : શુક્રવારે શિવસેનાએ પોતાની સહયોગી ભારતીય જનતા પાર્ટીને સલાહ આપી કે તે રાફેલ સોદા પર ઓછુ બોલે, જેના મુદ્દે કોંગ્રેસ ભ્રષ્ટાચારનાં આરોપો લગાવી રહ્યું છે.  શિવસેનાએ ચેતવણી ઉચ્ચારી છે કે બિનજરૂરી નિવેદનબાજીથી રાષ્ટ્રીય પાર્ટી મુશ્કેલીમાં મુકાઇ શકે છે. શિવસેનાએ કહ્યું કે, જો ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં પડકારોને ઇલેક્ટ્રોનિક મીડિયા તરફથી મળી રહેલા કવરેજથી સંતુષ્ટ રહે તો નવો ટીવી પર પ્રતિબંધથી બચી શકાયું હોત.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વમાં PM મોદીનો ડંકો: UAE બાદ મહાશક્તિ રશિયાએ આપ્યું સર્વોચ્ચ સન્માન

ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી પાર્ટીએ જલગામમાં એક જનસભા દરમિયાન મહારાષ્ટ્રનાં મંત્રી ગિરીશ મહાજનની સામે ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે થયેલા હાલનાં ઘર્ષણ મુદ્દે પણ રાષ્ટ્રીય પાર્ટી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, આ પ્રકારનાં વીડિયોનાં કારણે પાર્ટીની શાખને ખુબ જ નુકસાન પહોંચી રહ્યું છે.


હિમાચલ પ્રદેશ: પુત્રને કોંગ્રેસની ટિકિટ મળી, પિતાએ મંત્રીપદેથી આપવું પડ્યું રાજીનામું

ભાજપે પાર્ટીમાં ગુંડાઓની ભર્તી કરી છે. 
પાર્ટીએ પોતાનાં મુખપત્ર સામનામાં સંપાદકીય લખ્યું, ચોકાવનારો વીડિયો (ઘર્ષણનો) સમગ્ર દેશમાં જોવાયો. ભાજપપે પાર્ટીમાં ગુંડાઓની ભરતી કરી અને તેને વાલ્મિકીમાં બદલી નાખ્યા. જો કે અહીં અનુભવી વાલ્મીકિ ગુંડામાં બદલી ગયા અને હિંસા પર ઉતરી આવ્યા. તેમણે કહ્યું કે, એટલું જ નહી માત્ર મહાયુતિ (ભાજપ-શિવસેના ગઠબંધન) ના પ્રચાર પર ધબ્બો છે પરંતુ સમય આવી ચુક્યો છે કે ભાજપ આ અંગે પોતાનું વલણ પણ સ્પષ્ટ કરે. 
મુંબઈ: યુવક 2 યુવતી સાથે રહ્યો લિવ ઈનમાં, 3 બાળક થયા, હવે બંને માતાઓ સાથે કરશે લગ્ન


રાફેલ મુદ્દે સંયમ સાથે વાતચીત કરવાની જરૂર
શિવસેનાએ કહ્યું કે શક્ય ત્યાં સુધી રાફેલ મુદ્દે તેમણે અહંકાર છોડી દેવાની જરૂર છે સાથે સાથે સંયમ વર્તવાની જરૂર છે. સંરક્ષણ મંત્રીથી માંડીની બીના નેતાઓ સુધી લોકો (ભાજપમાં) જે ઇચ્છે તે બોલી રહ્યા છે. રાફેલ મુદ્દે આટલા ઉચ્ચ મંત્રીઓનો આવો વાણીવિલાસ યોગ્ય નથી. મુખપત્રમાં કહેવાયું કે, તેના કારણે પાર્ટીની મુશ્કેલીઓ વધી શકે છે. માટે અમારી સલાહ છે કે જેટલું ઓછું બોલો તેટલું સારુ છે.