મુંબઈ: યુવક 2 યુવતી સાથે રહ્યો લિવ ઈનમાં, 3 બાળક થયા, હવે બંને માતાઓ સાથે કરશે લગ્ન

મુંબઈના તલાસરીમાં 22 એપ્રિલના રોજ એક અનોખા લગ્ન થવા જઈ રહ્યાં છે. આ લગ્નમાં વરરાજા તો એક જ છે પરંતુ નવવધુ બે જોવા મળશે.

મુંબઈ: યુવક 2 યુવતી સાથે રહ્યો લિવ ઈનમાં, 3 બાળક થયા, હવે બંને માતાઓ સાથે કરશે લગ્ન

મુંબઈ: મુંબઈના તલાસરીમાં 22 એપ્રિલના રોજ એક અનોખા લગ્ન થવા જઈ રહ્યાં છે. આ લગ્નમાં વરરાજા તો એક જ છે પરંતુ નવવધુ બે જોવા મળશે. એટલું જ નહીં પરંતુ લગ્ન પહેલા તેમના 3 બાળકો પણ છે. અત્રે જણાવવાનું કે 26 વર્ષના યુવકના લગ્ન અહીં ચર્ચાના ચગડોળે ચડ્યા છે. એક જ મંડપમાં આ લગ્ન થવાના છે. કાયદેસર રીતે કાર્ડ પણ છપાયેલા છે. વાત જાણે એમ છે કે સૂતરપાડાના રહીશ સંજય ધાગડા બે મહિલાઓ સાથે લિવ ઈન રિલેશનમાં રહી ચૂક્યો છે અને હવે તે તેમની સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. 

નવભારત ટાઈમ્સ વેબસાઈટના અહેવાલ મુજબ સંજય એક ઓટો રીક્ષા ડ્રાઈવર છે. 10 વર્ષ પહેલા તેને બેબી નામની યુવતી સાથે અફેર થઈ ગયું હતું. લગ્ન કર્યા વગર જ બંને સાથે રહેવા લાગ્યા હતાં. થોડા સમય બાદ તેની શાળાની એક મિત્ર રીના પણ તેની સાથે લિવ ઈન રિલેશનમાં રહેવા લાગી. લિવ ઈનમાં રહેતી આ યુવતીઓ દ્વારા સંજયને 3 બાળકો પણ મળ્યાં. બાળકો મોટા થવા લાગ્યાં. હવે સંજયે લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો છે. 22 એપ્રિલે સંજય આ બંને યુવતીઓ સાથે લગ્ન કરવાનો છે. 

જુઓ LIVE TV

આ મામલે જ્યારે પોલીસ સાથે વાત થઈ તો તેમનું કહેવું હતું કે આદિવાસી વિસ્તારોમાં આ પ્રકારના મામલા બનતા હોય છે. 3 બાળકો થયા  બાદ હવે સંજય તેમની માતાઓ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. નવાઈની વાત એ છે કે બંને યુવતી પણ આ લગ્નથી ખુશ છે. એક યુવતી સંજયનું ઘર સંભાળે છે જ્યારે બીજી યુવતી ગુજરાતના વાપીમાં એક કંપનીમાં નોકરી કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news