ઝી મીડિયા/બ્યૂરો :દિલ્હી વિધાનસભા ઈલેક્શનમાં આમ આદમી પાર્ટી (AAP) ની પ્રચંડ જીત પર શિવસેના (Shivsena) એ પોતાના મુખપત્ર સામના (Saamana) ના માધ્યમથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને શુભકામનાઓ આપી છે અને ભારતીય જનતા પાર્ટી (BJP) ને ખરીખોટી સંભળાવી છે. સામનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની નીતિઓ પર હવાબાજ પણ કહેવાઈ છે. શિવસેનાએ દિલ્હી વિધાનસભા ઈલેક્શનમાં બીજેપી તરફથી પ્રચાર કરનારી લાંબી લચક ફૌજને લઈને હુમલો બોલાવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રમ્પની ગુજરાત યાત્રાને કારણે રૂપાણી સરકારે બદલી નાંખી બજેટની તારીખ


આજે સામાનાના તંત્રી લેખમાં લખાયું છે કે, એકલા કેજરીવાલ સમગ્ર કેન્દ્ર સરકાર અને શક્તિશાળી બીજેપી પર ભારે પડ્યા છે. કેજરીવાલને હરાવવા માટે બીજેપીએ અઢીસો સાંસદ, બેચાર સો ધારાસભ્ય, મુખ્યમંત્રી અને અન્ય રાજ્યોના મંત્રીઓ સહિત સમગ્ર કેન્દ્રીય મંત્રીમંડળને મેદાનમાં ઉતાર્યા હતા. પંરતુ આ ફોજને આખરે દિલ્હીના મેદાનમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ અહંકાર, આત્મમુગ્ધતા અને ‘અમે કરીએ એ જ કાયદો...’ની વૃત્તિની હાર છે.


હિન્દુ મટીને મુસલમાન બનનાર એ.આર. રહેમાનની દીકરી બુરખા મામલે થઈ ટ્રોલ


હકીકતમાં, જ્યારેથી શિવસેના અને બીજેપીનુ ગઠબંધન તૂટ્યુ છે, ત્યારથી શિવસેનાએ બીજેપી, પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર જવાબ નિવેદનબાજી તેજ કરી છે. જોકે, બીજેપીથી ગઠબંધનના સમયથી શિવસેના હંમેશાથી બીજેપીની આલોચના કરતી રહી હતી. 


Corona virusમાં મોટો ખુલાસો: ચામાચીડિયું નહિ, પણ આ વિચિત્ર પ્રાણીને કારણે ફેલાયો વાયરસ


શિવસેનાએ બીજેપી દ્વારા ઈલેક્શનમાં ઉતારેલ અનેક મુદ્દાઓને લઈને આલોચના પણ કરી છે. સામાનામાં લખ્યું કે, દિલ્હી વિધાનસભામાં કયા મુદ્દાઓ પર ઈલેક્શન લડવામાં આવે તેને લઈને હંમેશાની જેમ ભાજપના હોંશ ઉડી ગયા હતા. દર વખતની જેમ અહી પણ હિન્દુ-મુસલમાન, રાષ્ટ્રવાદ અને દેશદ્રોહ જેવા મુદ્દાઓ પર ભારતીય જનતા પાર્ટીએ પ્રચાર કરીને વોટ માંગ્યા હતા. પરંતુ દિલ્હીના મતદાતાઓએ આ મુદ્દાઓને લાત મારી હતી. પાંચ વર્ષ કામ કરનારી કેજરીવાલ સરકારને વોટ આપ્યા હતા. જેથી ભાવનાત્મક અને ધાર્મિક મુદ્દાઓ પર જ જોર આપ્યું હતું. બીજેપીએ અરવિંદ કેજરીવાલને પણ આતંકવાદી જાહેર કરી દીધા હતા, પરંતુ જનતાએ અરવિંદ કેજરીવાલને જ જીતાવ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...