નવી દિલ્હી: શિવસેનાએ પોતાના મુખપત્ર સામના દ્વારા અમેરિકાની ટ્રમ્પ સરકાર પર નિશાન સાધ્યું છે. શિવસેનાએ અણેરિકા પર આ હુમલો તેમના વિદેશ વિભાગના એ રિપોર્ટને લઈને કર્યો છે કે જેમાં કહેવાયું છે કે ભારતમાં ધર્મના નામે હિંસા વધી ગઈ છે. 'અમેરિકી ચુગલખોરી' નામના શિર્ષક હેઠળ શિવેસનાએ લખેલા સંપાદકીયમાં લખ્યું છે કે, 'હિન્દુસ્તાનમાં ધર્મના નામે હિંસા વધી ગઈ છે અને હિંદુ સંગઠન અલ્પસંખ્યકો અને મુસલમાનો પર હુમલો કરી રહ્યાં છે, એવું 'રિસર્ચ' અમેરિકાના વિદેશ વિભાગે કર્યું છે. આ ઉપરાંત આ હુમલાને રોકવામાં મોદી સરકાર નિષ્ફળ ગઈ છે, તેવો હંમેશાનો રાગ પણ અમેરિકાએ આલાપ્યો છે.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મણિશંકર ઐય્યરે રાહુલ ગાંધી વિશે આપ્યું મોટું નિવેદન, કહ્યું-'ગાંધીમુક્ત કોંગ્રેસ...'


શિવસેનાએ પોતાના લેખમાં લખ્યું છે કે, 'અમેરિકામાં સરકાર કોઈ પણ હોય, પરંતુ  તેઓ દુનિયાના 'સ્વઘોષિત' પાલનહાર છે. અમે જ વિશ્વની એકમાત્ર વૈશ્વિક મહાસત્તા છે અને આખી દુનિયાને સમજદારી શીખવાડવાનો ઠેકો ફક્ત અમારી પાસે છે, એવું દરેક અમેરિકી સત્તાધારીને લાગે છે. આથી હિન્દુસ્તાનમાં અલ્પસંખ્યકો અને મુસલમાનોની સુરક્ષા પર ટ્રમ્પ સરકારના વિદેશ વિભાગની બેચેની વધી હશે તો તેમાં કશું અનપેક્ષિત કશું જ નથી.'


લેખમાં આગળ લખ્યું છે કે આ અગાઉ પણ ગૌમાંસ રાખવાની શંકા પર આપણા દેશમાં જે કેટલાક મોત થયા, તેના પર અમેરિકાએ મગરમચ્છના આસું વહાવ્યાં હતાં અને હિન્દુસ્તાનની સરકારને આરોપીના દાયરામાં મૂકી હતી. હજુ  પણ ધર્મ અને ગૌરક્ષાના કારણએ હિન્દુ સંગઠનો દ્વારા મુસલમાનો અને અલ્પસંખ્યકો પર સામૂહિક હુમલાઓ વધ્યા છે, એવું 'ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ ઈન્ડિયા-2018' નામથી અમેરિકી વિદેશ મંત્રાલય દ્વારા પ્રસિદ્ધ થયેલા રિપોર્ટમાં કહેવાયું છે. આ રિપોર્ટમાં એવું રિસર્ચ કરાયું છે કે, '2015થી 2017 દરમિયાન હિન્દુસ્તાનમાં જાતીય હિંસા 9 ટકા વધી અને 822 ઘટનાઓમાં 111 લોકોના મોત થયાં.'


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...