મુંબઈ: શિવસેનાએ ફાઈવ સ્ટાર હોટલમાં 100 રૂમ બૂક કર્યાં, ભાડું જાણી આંખો પહોળી થઈ જશે
મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ દરમિયાન શિવસેના (Shivsena)એ હોર્સટ્રેડિંગના ડરે પોતાના અને સમર્થક વિધાયકોને માયાનગરી મુંબઈની લલિત હોટલમાં રાખ્યા છે. આ ફાઈવ સ્ટાર હોટલના 100 રૂમ બૂક કરાવવામાં આવ્યાં છે જેમાંથી 3 તો લક્ઝરી પ્રેસિડેન્શિયલ રૂમ છે.
મુંબઈ: મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ દરમિયાન શિવસેના (Shivsena)એ હોર્સટ્રેડિંગના ડરે પોતાના અને સમર્થક વિધાયકોને માયાનગરી મુંબઈની લલિત હોટલમાં રાખ્યા છે. આ ફાઈવ સ્ટાર હોટલના 100 રૂમ બૂક કરાવવામાં આવ્યાં છે જેમાંથી 3 તો લક્ઝરી પ્રેસિડેન્શિયલ રૂમ છે.
મહારાષ્ટ્ર: NCPએ રાજભવનને સોંપી ધારાસભ્યોની સૂચિ, યાદીમાં એક MLAના નામથી બધા સ્તબ્ધ
અત્યાધુનિક સુખ સુવિધાઓવાળી આ ફાઈવ સ્ટાર હોટલ મુંબઈના અંધેરી ઈસ્ટ વિસ્તારના સહાર એરપોર્ટ રોડ પર છે. હોટલમાં એક રાત (2PM થી 12 PM)નું રૂમનું ભાડું 9,900 રૂપિયા (લગભગ 10000 રૂપિયા)થી લઈને 31,000 રૂપિયા સુધીનું છે.
VIDEO: ભાજપે કોંગ્રેસને ચેલેન્જ ફેંકી છે, તેને હવે હરાવવો જરૂરી છે-અહેમદ પટેલનો હુંકાર
ઉદ્ધવ ઠાકરે સાંજે મળશે
ઉદ્ધવ ઠાકરે આજે સાંજે લલિત હોટલ પહોંચશે અને સુપ્રીમ કોર્ટમાં આજે થયેલી સુનાવણી બાદ શિવસેના પ્રમુખ પોતાના તમામ ધારાસભ્યો સાથે આગળની રણનીતિ પર વિચાર વિમર્શ કરશે. લલિત હોટલના બોર્ડ રૂમમાં તેની તૈયારીઓ થઈ રહી છે. આ બાજુ શિવસેનાના ભાસ્કર જાધવ, પ્રતાપ સરનાઈક, સુનીલ પ્રભુ અને દીપક કેસરકર શિવસેનાના ધારાસભ્યોથી અલગ અલગ જૂથમાં વાતચીત પણ કરી રહ્યાં છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube