મુંબઈ: શિવસેના(Shivsena) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)એ આજે માતોશ્રીમાં પોતાના વિધાયકો સાથે બેઠકમાં એ તમામ ખુલાસા કર્યાં અને કારણો જાહેર કર્યાં જેના લીધે ભાજપ(BJP) અને શિવસેના ગઠબંધન હેઠળ સરકાર બનાવી શક્યા નહીં. હકીકતમાં મહારાષ્ટ્ર(Maharashtra)માં સરકાર બનાવવાને લઈને તેજ થયેલી કવાયત વચ્ચે આજે શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પોતાના વિધાયકોની સાથે પોતાના નિવાસસ્થાન માતોશ્રી પર મીટિંગ કરી. જેમાં તેમણે વિધાયકોને જણાવ્યું કે કેમ તેઓ કોંગ્રેસ(Congress)-એનસીપી(NCP)નો સાથ લઈને સરકાર બનાવવા માંગે છે. તેમણે કહ્યું કે એનસીપી-કોંગ્રેસ(NCP-Congress) સાથે મળીને સરકાર બનાવવાની નોબત ભાજપના કારણે આવી પડી. ભાજપે બાળાસાહેબ ઠાકરેને આપેલુ વચન તોડ્યું અને ફરીથી ચૂંટણી ન કરાવવી પડે આથી અમે એનસીપી-કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવવાનો નિર્ણય લીધો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રમાં સત્તાનો સંગ્રામ: શિવસેના, NCP કોંગ્રેસ વચ્ચે બેઠક, એકનાથ શિંદે બનશે મહારાષ્ટ્રના નવા સીએમ?


મીટિંગની અંદર શું વાત થઈ તે અમને સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે....આવો જાણીએ.
- મીટિંગમાં તમામ ધારાસભ્યોએ ઉદ્ધવ ઠાકરે પાસે માગણી કરી કે તેઓ જ મુખ્યમંત્રી બને.
- ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેમણે બાળાસાહેબને વચન આપ્યું હતું કે તેઓ મુખ્યમંત્રી પદે એક શિવસૈનિકને બેસાડશે. આ ખુરશી તેમણે પોતાના માટે માંગી નથી. 
- આવામાં વિધાયકોએ એક સૂરમાં કહ્યું કે જનતા વચ્ચેથી જે ચૂંટાઈને આવ્યા એવા નેતા મુખ્યમંત્રી પદ પર હોવા જોઈએ. આ નિર્ણય ઉદ્ધવ ઠાકરે પર છોડી દેવાયો છે. મુખ્યમંત્રી પદ માટે શિવસેના વિધાયક એકનાથ શિંદેના નામ પર મોટાભાગના લોકોએ સહમતિ જતાવી છે. એટલે કે શિવસેના તરફથી મુખ્યમંત્રી પદ માટે એકનાથ શિંદેનું નામ આગળ છે. પરંતુ વિધાયકોએ નિર્ણય લેવાનો પૂરેપૂરો અધિકાર ઉદ્ધવ ઠાકરેને આપ્યો છે. 
-શિવસેના વિધાયકોને સંબોધિત કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ભાજપે અમને દગો કર્યો. અમને NDAમાંથી બહાર કાઢ્યા. 


જુઓ LIVE TV

Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube