મહારાષ્ટ્રમાં સત્તાનો સંગ્રામ: શિવસેના, NCP કોંગ્રેસ વચ્ચે બેઠક, એકનાથ શિંદે બનશે મહારાષ્ટ્રના નવા સીએમ?
સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ધારાસભ્યોની બેઠકમાં ઉદ્ધવ ઠાકરેના ઇનકાર પછી સીએમ પદની રેસમાં એકનાથ શિંદે (Eknath Shinde)નું નામ સૌથી આગળ છે
Trending Photos
મુંબઈ : મહારાષ્ટ્ર (Maharashtra)માં સરકાર ગઠન મામલે ગતિવિધિ સતત બદલાઈ રહી છે. લેટેસ્ટ અપડેટ પ્રમાણે શિવસેના (Shiv Sena)ના ધારાસભ્યોની બેઠકમાં ઉદ્ધવ ઠાકરેના ઇનકાર પછી સીએમ પદની રેસમાં એકનાથ શિંદે (Eknath Shinde)નું નામ સૌથી આગળ છે.
હકીકતમાં ધારાસભ્યોએ ઉદ્ધવ ઠાકરે (uddhav thackeray)ને મુખ્યમંત્રી બનવા માટે વિનંતી કરી હતી પણ ઉદ્ધવે ઇનકાર કરી દીધો છે. ઉદ્ધવે કહ્યું છે કે તેણે બાળાસાહેબને વચન આપ્યું હતું કે તે શિવસૈનિકને મુખ્યમંત્રીપદ પર બેસાડશે અને આ ખુરશી તેણે પોતાના માટે નથી માગી. મળતી માહિતી પછી આ બેઠક પછી ધારાસભ્યોને લોનાવાલા, મહાબળેશ્વર, અલીબાગ કે પછી જયપુર જેવા ગુપ્ત સ્થળે લઈ જઈ શકાય છે.
એક અન્ય ગણતરી પ્રમાણે મહારાષ્ટ્ર (Maharashtra)માં ઉત્તર પ્રદેશની જેમ બે ડેપ્યુટી સીએમ પણ બની શકે છે. આમાંથી એક એનસીપીના ક્વોટામાંથી અને બીજો કોંગ્રેસ (Congress)માંથી હોઈ શકે છે. ડેપ્યુટી સીએમ પદ માટે એનસીપી તરફથી અજીત પવારની અને કોંગ્રેસ (Congress)ની તરફથી બાલાસાહેબ થોરાત (Balasaheb Thorat)નું નામ આગળ છે. જોકે એનસીપી સુપ્રીમો શરદ પવાર પોતાના ભત્રીજા અજીત પવારને અઢી વર્ષ માટે મુખ્યમંત્રી બનાવવાનું દબાણ કરી રહ્યા છે. તેમની આ ડિમાન્ડને કારણે સરકારના ગઠનમાં સમસ્યા ઉભી થઈ શકે છે.
LIVE TV :
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે