Sanjay Raut Statment on Maharashtra Political Crisis: મહારાષ્ટ્રના રાજકારણમાં વિધાન પરિષદ ચૂંટણીના પરિણામો આવ્યા બાદ રાજકીય ભૂકંપ આવી ગયો છે અને કેબિનેટ મંત્રી એકનાથ શિંદે સહિત શિવસેનાના 35 ધારાસભ્યો સાથે પાર્ટીનો સંપર્ક થઇ રહ્યો નથી. આ દરમિયાન શિવસેના નેતા સંજય રાઉતનું નિવેદન સામે આવ્યું છે, જેમણે કહ્યું કે ઉદ્ધવ ઠકારે સરકાર પર કોઇ સંકટ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ શરૂ થયા બાદ શિવસેના નેતા સંજય રાઉતે પત્રકાર પરિષદ કરી સ્પષ્ટતા આપી છે. તેમણે જણાવ્યું કે પાર્ટીના કેટલાક ધારાસભ્ય અને એકનાથ શિંદે સાથે સંપર્ક થઇ રહ્યો નથી. જોકે આ સાથે જ તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠકારે સરકાર પર કોઇ સંકટ નથી, સરકાર માટે કોઇ વાવાઝોડું કે ભૂકંપ આવશે નહી. 


સંજય રાઉતે ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધતાં કહ્યું કે ભાજપને સફળતા મળી નથી. તેમણે કહ્યું કે ભાજપ પહેલાં પણ હાથ અજમાવી ચૂકી છે, પરંતુ સફળતા ન મળી અને આ વખતે પણ સફળતા મળી નથી. મહારાષ્ટ્ર સરકારને હલવા નહી દે અને જલદી જ તમામ ધારાસભ્યો પરત આવી જશે.  


તમને જણાવી દઇએ કે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર શિવસેનાના 35 ધારાસભ્ય પાર્ટીના સંપર્કમાં નથી. શિવસેનાના વરિષ્ઠ નેતા અને કેબિનેટ મંત્રી એકનાથ શિંદે પણ શિવસેનાનો સંપર્ક થઇ રહ્યો નથી. જે ગુજરાતના સુરતની હોટલમાં રોકાયેલા છે. આ ઉપરાંત પાર્ટેના અન્ય 34 ધારાસભ્યો સાથે પણ સંપર્ક થઇ રહ્યો નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube