મુંબઈ: મહારાષ્ટ્ર(Maharashtra)માં સરકાર કોની બનશે તે તો હજુ નક્કી થયું પરંતુ શિવસેના(Shivsena)ના નેતાઓ તરફથી વિવાદાસ્પદ નિવેદનો આવ્યાં કરે છે. મહારાષ્ટ્રની સિલ્લોડ વિધાનસભા(Sillod Constituency)  બેઠકથી શિવસેનાના ધારાસભ્ય અબ્દુલ સત્તારે(Abdul Sattar) વિવાદિત નિવેદન આપ્યું છે. અબ્દુલ સત્તારે ધમકીભર્યા સૂરમાં કહ્યું કે, 'જે પણ અમારા વિધાયકો(MLA)ને તોડવાની કોશિશ કરશે, શિવસેના તેમના માથા ફોડી નાખશે.' અત્રે જણાવવાનું કે અબ્દુલ સત્તાર શિવસેનાના એક માત્ર મુસ્લિમ ધારાસભ્ય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રમાં સરકાર કોની? શરદ પવારે PM મોદી સાથે કરી મુલાકાત, મોટી જાહેરાત થાય તેવી ચર્ચા


જુઓ VIDEO


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube