મહારાષ્ટ્રમાં સરકાર કોની? શરદ પવારે PM મોદી સાથે કરી મુલાકાત, મોટી જાહેરાત થાય તેવી ચર્ચા
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યે અનેક દિવસો વીતી ગયા છતાં હજુ સરકાર બનાવવાના કોઈ સમીકરણો જોવા મળતા નથી. શિવસેના અને એનસીપી કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવવાની અટકળો વચ્ચે શરદ પવારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. બેઠકમાં વચ્ચે નાણા મંત્રી નિર્મલા સીતારમણને પણ બોલાવવામાં આવ્યાં. એવી અટકળો છે કે મહારાષ્ટ્રમાં ખેડૂતો માટે કોઈ પેકેજની જાહેરાત થાય. મીટીંગ બાદ શરદ પવારે કહ્યું કે મહારાષ્ટ્રના ખેડૂતોના મુદ્દે વડાપ્રધાન સાથે ચર્ચા થઈ. મહારાષ્ટ્રમાં ખેડૂતોને કેન્દ્રની મદદ મળવી જોઈએ. શરદ પવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 30 નવેમ્બરના રોજ વસંતદાદા શુગર મીલના એક કાર્યક્રમ માટે આમંત્રણ પણ આપ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી(Maharashtra Assembly Election 2019) ના પરિણામ આવ્યે અનેક દિવસો વીતી ગયા છતાં હજુ સરકાર બનાવવાના કોઈ સમીકરણો જોવા મળતા નથી. શિવસેના (Shivsena) અને એનસીપી(NCP) કોંગ્રેસ(Congress) સાથે મળીને સરકાર બનાવવાની અટકળો વચ્ચે શરદ પવારે(Sharad Pawar) આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narnedra Modi) સાથે મુલાકાત કરી. બેઠકમાં વચ્ચે નાણા મંત્રી નિર્મલા સીતારમણને પણ બોલાવવામાં આવ્યાં. એવી અટકળો છે કે મહારાષ્ટ્ર(Maharashtra) માં ખેડૂતો માટે કોઈ પેકેજની જાહેરાત થાય. મીટીંગ બાદ શરદ પવારે કહ્યું કે મહારાષ્ટ્રના ખેડૂતોના મુદ્દે વડાપ્રધાન સાથે ચર્ચા થઈ. મહારાષ્ટ્રમાં ખેડૂતોને કેન્દ્રની મદદ મળવી જોઈએ. શરદ પવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 30 નવેમ્બરના રોજ વસંતદાદા શુગર મીલના એક કાર્યક્રમ માટે આમંત્રણ પણ આપ્યું છે.
અત્રે જણાવવાનું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ NCPના વખાણ કર્યા હતાં. પીએમ નરેન્દ્ર મોદીએ સંસદના શિયાળુ સત્રમાં શરદ પવારની પાર્ટી NCPના વખાણ કર્યા હતાં. તેમણે સંસદમાં વિરોધ જતાવવા માટે સભ્યો દ્વારા વેલમાં આવીને થતી નારાબાજી કરવાના ચલન તરફ ધ્યાન દોરતા કહ્યું હતું કે ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોએ બીજુ જનતા દળ (BJD) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) પાસેથી શીખ લેવી જોઈએ.
પવારના આ નિવેદનોથી કોઈ સંકેત?
મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની મહાગઠબંધનની સરકાર બનાવવાની કવાયત ઝડપી થતી જોવા મળી છે. જો કે આ બધા વચ્ચે શરદ પવારે એવું નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા હતાં કે સોનિયા ગાંધી સાથે સરકરા બનાવવા અંગે તેમની કોઈ ચર્ચા થઈ નથી. પવારને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે શિવસેના સાથે સરકાર બનાવવાના ચાન્સ છે તો તેમણે કહ્યું કે ભાજપ અને શિવસેનાને પૂછો, બંને સાથે હતાં.
જુઓ LIVE TV
ખેડૂતોના મુદ્દે પવારે પીએમ મોદીને લખ્યો હતો પત્ર
એનસીપી ચીફ શરદ પવારે પીએમ મોદીને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે મહારાષ્ટ્રમાં ખેડૂતોના પાક નિષ્ફળ જવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. પત્રમાં લખ્યું છે કે બે જિલ્લામાં પાકના નુકસાનનો ડેટા મારી પાસે છે. ભારે વરસાદના કારણે મરાઠાવાડા, વિદર્ભ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં નુકસાન થયું છે. તેનો ડેટા અમે ભેગો કરી રહ્યાં છીએ. ત્યારબાદ તમને મોકલવામાં આવશે. રાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનના કારણે તમારો તત્કાળ હસ્તક્ષેપ જરૂરી છે. જો તમે પરેશાન ખેડૂતોની સમસ્યાઓના સમાધાન માટે પગલા લેશો તો હું તમારો આભારી રહીશ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે