NDA ની મીટિંગ સામેલ થશે નહી શિવસેના, સંજય રાઉતની જાહેરાત
મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઇને મચેલી ખેંચતાણ વચ્ચે શિવસેના (Shiv Sena) અને ભારતીય જનતા પાર્ટી (BJP) ના સંબંધ સતત બગડતા જાય છે. શનિવારે શિવસેના સાંસદ સંજય રાઉત (Sanjay Raut)એ કહ્યું કે તેમની પાર્ટી એનડીએ (NDA)ની બેઠકમાં ભાગ લેવા જશે નહી.
મુંબઇ: મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઇને મચેલી ખેંચતાણ વચ્ચે શિવસેના (Shiv Sena) અને ભારતીય જનતા પાર્ટી (BJP) ના સંબંધ સતત બગડતા જાય છે. શનિવારે શિવસેના સાંસદ સંજય રાઉત (Sanjay Raut)એ કહ્યું કે તેમની પાર્ટી એનડીએ (NDA)ની બેઠકમાં ભાગ લેવા જશે નહી. શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત બાદ રાઉતે આ જાહેરાત કરી હતી.
જોકે શિવસેના નેતા સંજય રાઉતને પૂછવામાં આવ્યું હતું કે શું શિવસેના સંસદ સત્ર પહેલાં દિલ્હીમાં એનડીએ (NDA)ની બેઠક લેવામાં આવશે? જવાબમાં રાઉતે કહ્યું કે ''અમે એનડીએની બેઠકમાં નહી જાય.'' તો બીજી તરફ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના પ્રયત્નો પર શિવસેના નેતાએ કહ્યું કે અમારી યોગ્ય દિશામાં વાત ચાલી રહી છે. તમને જણાવી દઇએ કે રાજ્યમાં અત્યારે રાષ્ટ્રપતિ શાસન લાગૂ છે. તમને જણાવી દઇએ કે આ પહેલાં શિવસેના કોટામાંથી કેંદ્વની સરકારમાં એકમાત્ર કેબિનેટ મંત્રી અરવિંદ સાવંતએ પણ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે.
25 વર્ષો સુધી શાસન કરશે શિવસેના
શિવસેના-એનસીપી-કોંગ્રેસની વચ્ચે થયેલી કોમન મિનિમમ પ્રોગ્રામના એક દિવસ બાદ શિવસેનાના સાંસદ સંજય રાઉતે શુક્રવારે કહ્યું હતું કે તેમની પાર્ટી 'મહારાષ્ટ્રમાં આગામી 25 વર્ષો સુધી શાસન કરશે. મીડિયા સાથે વાતચીત દરમિયાન જ્યારે રાઉતે મુખ્યમંત્રીના મહત્વપૂર્ણ પદ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે 'ફક્ત પાંચ વર્ષ કેમ? અમે 25 વર્ષ સુધી મહારાષ્ટ્ર પર શાસન કરશું...' તો બીજી તરફ કાર્યવાહક મુખ્યમંત્રી દેવેંદ્વ ફડણવીસ પર વ્યંગ્ય કરતાં સંજય રાઉતે કહ્યું કે તેમની પાર્ટી હવે આ જાહેરાત નહી કર્શે કે 'અમે જ પરત ફરીશું, અમે જ ફરીશું, અમે જ ફરીશું.'
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube