મુંબઈ: શિવસેના (Shiv Sena)ના મુખપત્ર સામનામાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો (Maharashtra Assembly Elections 2019) બાદ આજે છપાયેલા સંપાદકીયમાં ઈશારા ઈશારામાં ભાજપને તેની ઓછી થયેલી તાકાતનો અહેસાસ કરાવવામાં આવ્યો છે. શિવસેનાએ આ પરિણામોને ચોંકાવનારા ગણાવ્યાં છે. સંપાદકીયમાં જ્યાં ભાજપની આલોચના કરવામાં આવી છે ત્યાં રાજ્યમાં એનસીપી અને કોંગ્રેસની વધતી તાકાતનો પણ ઉલ્લેખ કરાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હરિયાણામાં JJP નહીં પરંતુ આ નેતા પાસે છે સત્તાની ચાવી? આપશે BJPને સમર્થન!


શિવસેનાએ કહ્યું છે કે મહારાષ્ટ્રની જનતાનું વલણ સીધુ અને સ્પષ્ટ છે. અતિ નહીં, ઉન્માદ નહીં નહીંતર સમાપ્ત થઈ જશો. એવો જનાદેશ ઈવીએમ મશીનથી બહાર આવ્યો. ઈવીએમથી ફક્ત કમળ જ બહાર આવશે એવો આત્મવિશ્વાસ મુખ્યમંત્રી ફડણવીસને છેલ્લી ક્ષણ સુધી હતો પરંતુ 164માંથી 63 બેઠકો પર કમળ ખીલ્યું નહીં. સમગ્ર મહારાષ્ટ્રના પરિણામો જુઓ તો શિવસેના-ભાજપ યુતિને સરકાર બનાવવા લાયક બહુમત મળ્યો છે. 


સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે આંકડાનો ખેલ સંસદીય લોકતંત્રમાં ચાલતો રહે છે. યુતિનો આંકડો સ્પષ્ટ બહુમતનો છે. શિવસેના અને ભાજપને એક સાથે લગભગ 160નો આંકડો મળ્યો છે. મહારાષ્ટ્રની જનતાએ નક્કી કરીને આ પરિણામ આપ્યા છે. પછી તેને મહાજનાદેશ કહો કે કઈ બીજુ, આ જનાદેશ છે, મહાજનાદેશ નથી, તેને સ્વીકાર કરવો પડશે. 


શિવસેનાએ કહ્યું કે મહારાષ્ટ્રમાં 2014ની સરખામણીએ કઈંક અલગ પરિણામ આવ્યાં છે. 2014માં યુતિ નહતી. 2014માં યુતિ હોવા છતાં બેઠકો ઓછી થઈ. બહુમત મળ્યું પરંતુ કોંગ્રેસ-એનસીપી મળીને 100 બેઠકો સુધી પહોંચી ગયા. એક મજબુત વિરોધ પક્ષ તરીકે મતદારોએ તેમને જવાબદારી સોંપી છે. આ એક પ્રકારે સત્તાધીશોને મળેલો બોધપાઠ છે. ધૌસ, દહેશત અને સત્તાની મસ્તીથી પ્રભાવિત ન થતા જનતાએ જે મતદાન કર્યું તે માટે તેમને અભિનંદન!


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...