નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં આ દિવસોમાં સત્તા પરિવર્તનને લઈને અટકળોનું બજાર ગરમ છે. હાલમાં સમાચાર આવ્યા હતા કે શિવસેના સાંસદ સંજય રાઉત અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આશીષ શેલાર વચ્ચે પાછલા શનિવારે એક ગુપ્ત બેઠક થઈ છે. આ પહેલા પણ સત્તાધારી શિવસેના અને વિપક્ષ ભાજપના નેતાઓ વચ્ચે ઘણી ગુપ્ત બેઠકો થઈ છે. આ બેઠકોએ મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તનની અટકળોને હવા આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આવી કોઈ સંભાવનાનો ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું કે, હું હજુ પણ અજીત પવાર અને બાલાસાહેબ થોરાટની સાથે બેઠો છું. હું ક્યાંય જઈ રહ્યો નથી. શિવસેના-ભાજપ એકસાથે આવવાની અટકળો પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઠાકરેએ આ જવાબ આપ્યો છે. 


કોરોના નિયમોનું પાલન કર્યા વગર ફરી રહ્યાં છે લોકો,  ફરી લાગૂ થઈ શકે છે પ્રતિબંધોઃ સ્વાસ્થ્ય મંત્રાલય


આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે તેમની હાલની બેઠક અને ભાજપ અને શિવસેના ફરી એક સાથે આવવાની સંભાવના વિશે પૂછવા પર ફડણવીસે કહ્યુ હતુ, રાજનીતિમાં કોઈ કિંતુ પરંતુ હોતું નથી. પરિસ્થિતિઓ અનુસાર નિર્ણય લેવામાં આવે છે. તેઓ મહારાષ્ટ્ર વિધાનમંડળના ચોમાસુ સત્રની પૂર્વ સંધ્યા પર સંવાદદાતા સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા. 


મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસે કહ્યુ હતુ કે, ભાજપ અને શિવસેના દુશ્મન નથી, પરંતુ મતભેદ છે. સ્થિતિ અનુસાર યોગ્ય નિર્ણય લેવામાં આવશે. તેમણે આગળ કહ્યું- અમારા મિત્ર (શિવસેના) એ અમારી સાથે 2019ની વિધાનસભા ચૂંટણી લડી. પરંતુ ચૂંટણી બાદ તેણે (શિવસેનાએ) તે લોકો (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ) સાથે હાથ મિલાવી લીધો જેની વિરુદ્ધ અમે ચૂંટણી લડ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube