મુંબઈ: શિવસેનાના કાર્યકરોએ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ખુબ હંગામો મચાવ્યો અને તોડફોડ કરી. ગૌતમ અદાણીના અદાણી જૂથને મુંબઈ એરપોર્ટના મેનેજમેન્ટની કમાન મળ્યા બાદ અદાણીના નામનું બોર્ડ લાગવાનું હતું પરંતુ શિવ સૈનિકોએ વિરોધ કરી બોર્ડ હટાવી દીધું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિવાજી મહારાજનું નામ ન હોવાથી શિવસૈનિકો નારાજ
મુંબઈ એરપોર્ટના કલિના વિસ્તારમાં વીઆઈપી ગેટ પર અદાણી એરપોર્ટ નામનું બોર્ડ લગાવવામાં આવ્યું હતું. બોર્ડ પર છત્રપતિ શિવાજી મહારાજનું નામ ન હોવાથી શિવસૈનિકો નારાજ હતા. 


7th Pay Commission: DA મુદ્દે વધુ એક સારા સમાચાર! પગારમાં થશે ધરખમ વધારો, જાણો કેવી રીતે  


અદાણી ગ્રુપે સંભાળી મુંબઈ એરપોર્ટના મેનેજમેન્ટની કમાન
અત્રે જણાવવાનું કે અદાણી ગ્રુપે થોડા દિવસ પહેલા મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની કમાન પોતાના હાથમાં લીધી હતી. જેના મેનેજમેન્ટની કમાન પહેલા જીવીકે ગ્રુપ પાસે હતી. અદાણી સમૂહે ગત વર્ષ ઓગસ્ટમાં જાહેરાત કરી હતી કે તે મુંબઈ એરપોર્ટમાં જીવીકે ગ્રુપની ભાગીદારી ટેકઓવર કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube