મુંબઇ : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી મુદ્દે શિવસેનાએ મોટો નિર્ણય લીધો છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના (Uddhav Thackeray)પુત્ર અને યુવા સેનાના પ્રમુખ આદિત્ય ઠાકરે વર્લી વિધાનસભા સીટથી ચૂંટણી મેદાનમાં ઉતરશે. ઠાકરે પરિવાર સામે ચૂંટણી લડનારા આદિત્ય ઠાકરે પહેલા વ્યક્તિ છે. આ અગાઉ બાલ ઠાકરે, ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) અને રાજ ઠાકરે કોઇએ પણ ચૂંટણી નથી લડી. ઇતિહાસમાં આ પહેલીવાર થશે કે ચૂંટણીમાં શિવસેનાને ઠાકરે પરિવાર સાથે લોકોને કોઇ જ ચહેરો નહી મળે. મળતી માહિતી અનુસાર શિવસેના આદિત્યને મુખ્યમંત્રી પદના માટે પણ દાવેદારી રજુ કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લો બોલો! પાકિસ્તાની PM ઇમરાને ભુત સાથે કર્યા છે લગ્ન? નથી દેખાતો પડછાયો


PMC એ HDIL ને 6500 કરોડ રૂપિયાથી વધારેનું દેવું, પૂર્વ એમડીએ કર્યો સ્વીકાર
જો ભાજપ અને શિવસેના સરકારમાં પરત કરે છે તો આદિત્ય ઠાકરેને ઉપમુખ્યમંત્રીના પદ આપવામાં આવી શકે છે. હાલ વર્લી સાથે સુનીલ શિંદે શિવસેનાનાં ધારાસભ્ય છે. શિંદેએ વર્ષ 2014માં એનસીપીનાં ધારાસભ્ય અને મંત્રી રહેલા સચિન અહીરને ભારે મતોથી હરાવ્યા હતા. થોડા દિવસો પહેલા સચિન અહીરે શિવસેના પાર્ટીમાં પ્રવેશ કર્યો છે.


મહારાષ્ટ્ર ચૂંટણી: કોંગ્રેસનાં 51 ઉમેદવારોની પહેલી યાદી જાહેર થતા જ 6 MLAનો બળવો
એશ્વર્યા રાયે સસરાના ઘરે ખાવા પણ નહી મળતું હોવાનો લગાવ્યો આરોપ !
અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની (Maharashtra Haryana Assembly Election)તારીખોનું ચૂંટણી પંચે (Election Commission) હાલમાં જ જાહેરાત કરી હતી. મહારાષ્ટ્ર અને હરિયાણામાં 21 ઓક્ટોબરના રોજ મતદાન થશે અને મતગણતરી 24 ઓક્ટોબરે થશે.


Kedarnath મંદિરની પૂજા માટે જલ્દી શરૂ થસે ઓનલાઇન બુકિંગ, સહેલાઇથી થશે દર્શન


ટેલિફોન પર પ્રતિબંધ નહી, કાશ્મીરમાં 41 હજાર લોકોનાં મોત માનવાધિકારનું ઉલ્લંઘન
નોમિનેશન ભરવાની અંતિમ તારીખ 4 ઓક્ટોબરે થશે અને ઉમેદવારી પરત લેવાની તારીખ 7 ઓક્ટોબરે થશે. લોકસભા ચૂંટણી બાદ આ વર્ષે પહેલા રાજ્ય ચૂંટણી છે. હરિયાણા વિધાનસભાનો કાર્યકાળ 2 નવેમ્બરે અને મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 9 નવેમ્બરે પુર્ણ થઇ રહ્યો છે.