MP: ગુના કેસમાં શિવરાજ સરકારની મોટી કાર્યવાહી, તત્કાળ પ્રભાવથી IG, કલેક્ટર અને SPને હટાવ્યા
મધ્ય પ્રદેશ (Madhya Pradesh) ના ગુનામાં ખેડૂત દંપત્તિએ કિટનાશક દવા પીને આત્મહત્યા કરવાની કોશિશ અને તેમના સ્વજનો પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરીને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ મામલાએ તૂલ પકડ્યું છે. આ અંગે વિપક્ષના આક્રમક હુમલા બાદ શિવરાજ સરકારે મોટી કાર્યવાહી કરતા બુધવારે મોડી રાતે ગ્વાલિયર રેન્જના આઈજી (IG) રાજાબાબુ સિંહ, ગુના કલેક્ટર એસ વિશ્વનાથન અને એસપી તરૂણ નાયકને તત્કાળ પ્રભાવથી હટાવ્યાં છે.
ગુના: મધ્ય પ્રદેશ (Madhya Pradesh) ના ગુનામાં ખેડૂત દંપત્તિએ કિટનાશક દવા પીને આત્મહત્યા કરવાની કોશિશ અને તેમના સ્વજનો પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરીને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ મામલાએ તૂલ પકડ્યું છે. આ અંગે વિપક્ષના આક્રમક હુમલા બાદ શિવરાજ સરકારે મોટી કાર્યવાહી કરતા બુધવારે મોડી રાતે ગ્વાલિયર રેન્જના આઈજી (IG) રાજાબાબુ સિંહ, ગુના કલેક્ટર એસ વિશ્વનાથન અને એસપી તરૂણ નાયકને તત્કાળ પ્રભાવથી હટાવ્યાં છે.
મધરાતે 'સાઈબર એટેક': બિલ ગેટ્સ-બરાક ઓબામા, એલન મસ્ક સહિત અનેક હસ્તીઓના ટ્વિટર હેન્ડલ હેક
આઈજી પોલીસ મુખ્યાલયમાં પદસ્થ અવિનાશ શર્માને ગ્વાલિયર રેન્જના નવા આઈજી અને રાજેશકુમારને ગુનાના નવા એસપી બનાવવામાં આવ્યાં છે. અત્રે જણાવવાનું કે ભાજપના રાજ્યસભા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ ઘટનાને ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને દોષિતો પર કડક કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી. ત્યાબાદ તરત જ પ્રશાસને કાર્યવાહી કરતા આઈજી, કલેક્ટર અને એસપીની ટ્રાન્સફર કરી દીધી. આ અંગે ઉચ્ચ સ્તરની તપાસના પણ નિર્દેશ અપાયા છે.
મધ્ય પ્રદેશ કોંગ્રેસ તરફથી ટ્વિટર પર માસૂમ બાળકો રોતા કકળતા હોય તેવો એક ફોટો શેર કરાયો અને પ્રહાર કરાયા. પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ અને કમલનાથે પણ આ મામલે શિવરાજ પર સવાલ ઊભા કર્યાં. કોંગ્રેસે ટ્વિટર પર શિવરાજ સિંહ ચૌહાણ રાજીનામું આપો હેશટેગ ટોપ ટ્રેન્ડ કરાવ્યો. મધ્ય પ્રદેશ કોંગ્રેસે આ ઘટનાના વાયરલ વીડિયોને ટ્વિટ કરતા લખ્યું કે શિવરાજના અહંકારનું બેશર્મ પ્રદર્શન. સિંધિયાના ક્ષેત્રની વારદાત. ગુનામાં એક ખેડૂત પરિવારની શિવરાજની પોલીસે બર્બરતાથી પિટાઈ કરી અને મહિલાના કપડાં ફાડ્યાં. હતાશ થયેલા ખેડૂતે ઝેર ઘોળ્યું. શિવરાજજી બાળકોની ચીસો સંભળાય છે? આ આંધળી, બહેરી અને મૂંગી સરકારનો અંત નજીક છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube